MORBI:મોરબીના બહાદુરગઢ ગામે બસ સ્ટેન્ડ પાસેથી ક્રેટા કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઇ

MORBI:મોરબીના બહાદુરગઢ ગામે બસ સ્ટેન્ડ પાસેથી ક્રેટા કારમાંથી ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપાઇ
મોરબી તાલુકાના બહાદુરગઢ ગામની સીમ મોરબી-માળીયા હાઇવે બહાદુરગઢના બસ સ્ટેન્ડ સામે હુન્ડાઇ ક્રેટા કારમાંથી ઇગ્લીશ દારૂની ૩૬૦ નંગ બોટલ કિ.રૂ. ૪,૬૮,૦૦૦/- મળી આવી હતી, તાલુકા પોલીસની રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેઓને ફરાર દર્શાવી પોલીસે ક્રેટા કાર સહિત કુલ કિ.રૂ. ૯.૬૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
મોરબી તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ ટીમ પ્રોહી. અને જુગાર અંગે પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન બાતમી હકીકત મળેલ કે, એક સફેદ કલરની હુન્ડાઇ ક્રેટા કાર નંબર જીજે-૦૭-ડીડી-૪૫૫૫ વાળીમાં ઇંગ્લીશ દારૂ ભરી કચ્છ તરફથી મોરબી તરફ નીકળનાર હોય જે હકીકત આધારે તાલુકાના બહાદુરગઢ ગામ નજીક ઉપરોક્ત ક્રેટા કાર મળી આવી હતી. ત્યારે કારની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જ વ્હિસ્કીની ૩૬૦ નંગ બોટલ કિ.રૂ.૪.૬૮ લાખ મળી આવી હતી. રેઇડ દરમિયાન આરોપી હાજર નહિ મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કરી તાલુકા પોલીસે વિદેશી દારૂ તથા ક્રેટા કાર સહિત રૂ.૯.૬૮ લાખનો મુદ્દામાલ જાઓટ કરી આરોપીઓને પજળી લેવા તપાસની તજવીજ સગરુ કરી છે.







