DAHODGUJARATLIMKHEDA

લીમખેડા ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત મુસાફરો ને સામાન્ય ઈજા

તા.૧૪.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

સુરેશ પટેલ લીમખેડા

Limkheda:લીમખેડા ઓવરબ્રિજ પર ટ્રિપલ અકસ્માત મુસાફરો ને સામાન્ય ઈજા

પાલ્લી ગામે નેશનલ હાવી ઉપરના ઓવરબ્રિજ પર વહેલી સવારે અકસ્માત સર્જાયો હતો.આ ઘટનામાં મુસાફરોને નાની મોટી ઈજાઓ થઈ હતી. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી પંચમુખી હનુમાનજી મંદિર સામેના ઓવરબ્રિજ પર ગઈકાલથી પંકચર થયેલું રેતી ભરેલું એક ડમ્પર પાર્કિંગ લાઈટ કે કોઈપણ ચેતવણી નિશાની વિના ઉભું હતું. વહેલી સવારે પસાર થઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ સીધી આ ડમ્ફરના પાછળના ભાગે અથડાઇ હતી લક્ઝરી બસ અથડાયા બાદ તેની પાછળથી આવી રહેલી એક કૃઝર ગાડી પણ બસ સાથે ધડાકા ભેર અથડાઇ હતી.જેના કારણે આ ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સમયે બસમાં કુલ ૩૦ જેટલા મુસાફરો સવાર હતા તે પૈકી 18 મુસાફરોને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 મારફતે લીમખેડા ની સરકારી હોસ્પિટલમાં 🤣ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક સારવાર બાદ તમામ મુસાફરોને રજા આપવામાં આવી હતી આ ઘટનાની જાણ થતા લીમખેડા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી ભથવાડા ટોલ બુથની ક્રેન ટીમે પણ ઝડપથી પહોંચી અકસ્માત ગ્રસ્ત વાહનોને રોડ પરથી હટાવી વાહન વ્યવહાર ચાલુ કર્યો હતો

Back to top button
error: Content is protected !!