MORBI :મોરબીના સોખડા નવા ગામે યુવકને ચાર શખ્સોએ માર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યો

MORBI :મોરબીના સોખડા નવા ગામે યુવકને ચાર શખ્સોએ માર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યો
મોરબી તાલુકાના સોખડા નવા ગામે રહેતા યુવકે તેમના કાકા સાથે પારીવારીક મનદુઃખ અંગે સમાધાન કરેલ હોય જે આરોપીઓને સારૂં નહીં લાગતાં જેનું મનદુઃખ રાખી યુવકને ચાર શખ્સોએ લાકડી વડે તથા ઢીકાપાટુનો મુંઢમાર મારી જાતી પ્રત્યે અપમાનિત કર્યો હોવાની ફરીયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના નવા સોખડા ગામે રહેતા ચેતનભાઈ નથુભાઈ મકવાણા (ઉ.વ.૩૦) એ આરોપી પ્રવિણભાઇ ભીમજીભાઇ સુરેલા, મહેશભાઇ ભીમજીભાઇ સુરેલા, ભીમજીભાઇ પરષોતમભાઇ સુરેલા, મનસુખભાઇ લાભુભાઇ સુરેલા રહે.બધા સોખડા તા.જી. મોરબીવાળા વિરુદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતું કે ફરીયાદીએ તેમના કાકા રમેશભાઇ સાથે પારીવારીક મનદુઃખ અંગે સમાધાન કરેલ હોઇ તે આરોપીઓને સારૂ નહી લાગતા જેનું મનદુઃખ રાખી આરોપીઓએ ફરીયાદીને ભુંડાબોલી ગાળો આપી શરીરે ઢીકા પાટુનો મુંઢ માર મારી જાતિ પ્રત્યે અપમાનિત કરી આરોપી પ્રવિણભાઇએ લાકડાના ધોકા વતી ફરીયાદીને ડાબા પડખામાં વાંસાના ભાગે માર મારી ઈજા પહોંચાડી હોવાની ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ બી.એન.એસ. કલમ ૩૫૨, ૧૧૫(૨),૫૪ તથા એટ્રોસીટી એકટ ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫-એ) તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







