
ચિલ્ડ્રન ડે ના દિવસે માણાવદરની બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોએ માણાવદર ખાતે રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ અનસુયા ગૌધામની મુલાકાત લીધી હતી. માણાવદર ખાતે અગાઉ નવા પ્રેસ તરીકે ઓળખાતી જીનીંગ ફેક્ટરીના પાયા ચંદુભાઈ શેઠે નાખેલા અને વર્ષો પહેલા આ ફેક્ટરી ધમધમતી ત્યારબાદ ફેક્ટરી બંધ થતા ચંદુભાઈ શેઠના પુત્રો હિતેનભાઈ શેઠ, વિજયભાઈ શેઠ, હરેશભાઈ શેઠ દ્વારા ગીર ગાયોના સંવર્ધન માટે અનસુયા ગૌધામ બનાવવામાં આવ્યું છે.આ ગૌધમમાં હાલ ૩૫૦ જેટલી ગીર ગાયોનું સંવર્ધન ૫૦ જેટલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે ગીરગાય મનુષ્યને દરેક રીતે ઉપયોગી છે તેમાંથી મળતા દૂધ, ઘી, છાશ અને મળમૂત્ર પણ ખૂબ ઉપયોગી છે. ઉપસ્થિત વિદ્યાર્થીઓને ગૌશાળાના ડોક્ટરો, સંચાલકો હરેશભાઈ શેઠ અને મેધનાબેન શેઠ દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી જેમાં ગીર નસલની ગાયોની લાક્ષણિકતા તેમના ફાયદા પ્લાસ્ટિકથી થતું નુકસાન અને પશુધન વિષયો મુખ્ય હતા.બાળકોએ સમગ્ર ગૌશાળાની મુલાકાત લઇ અત્રેની ગાયો, બુલ કબૂતરો, જાફરાબાદી ભેંસો અને કાઠીયાવાડી ઘોડા નિહાળ્યા હતા. અનસુયા ગૌધામના સંચાલક હરેશભાઈ શેઠ દ્વારા બાળકો માટે નાસ્તાનું આયોજન કરવામાં આવ્યું હતું આમ માણાવદરની બ્લુબેલ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓને અનસુયા ગૌધામની એક્સપોઝર વિઝીટ દ્વારા ઘણી બધી બાબતો જાણવા મળી હતી. શેઠ પરિવાર દ્વારા ગૌવંદના અને ગૌ મહિમા પુસ્તક દરેક શિક્ષકોને ભેટ આપવામાં આવ્યું હતું
બાયલાયન :- અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ





