MORBI:મોરબીની માધાપરવાડી શાળાના પ્રિન્સિપાલના દિકરાના ઘરે દિકરીનો જન્મ થતા દાદા બનવાની ખુશીમાં શાળાની બાળાઓને અલ્પાહાર કરાવ્યો.

MORBI:મોરબીની માધાપરવાડી શાળાના પ્રિન્સિપાલના દિકરાના ઘરે દિકરીનો જન્મ થતા દાદા બનવાની ખુશીમાં શાળાની બાળાઓને અલ્પાહાર કરાવ્યો.
મોરબીની પ્રધાનમંત્રી રાઈઝિંગ સ્કૂલ ઓફ ઈન્ડિયા તરીકે નામના ધરાવતી પીએમશ્રી માધાપરવાડી કન્યા શાળામાં બાળાઓને આવવું ગમે,ભણવું ગમે,રોકાવું ગમે એ માટે શાળામાં અનેકવિધ સહ અભ્યાસિક પ્રવૃત્તિની સાથે સાથે શાળામાં અભ્યાસ કરતી દિકરીઓ માટે ખુશીના પ્રસંગે ભાવતા ભોજન કરાવવામાં આવે છે એ અન્વયે શાળાના પ્રિન્સિપાલ અને શૈક્ષિક મહાસંઘના જિલ્લા અધ્યક્ષ અને મુખ્ય શિક્ષક સંઘના રાજ્યના ઉપાધ્યક્ષ દિનેશભાઈ વડસોલાના આંખના સર્જન દિકરા ડો.તરૂણ વડસોલા અને દિકરાથી વધુ વ્હાલી પુત્રવધુ એમ.ડી.ડો.પ્રેક્ષા વડસોલાના ઘરે લક્ષ્મીજી રૂપે દિકરીની પધરામણી થતા દાદા બનવાની ખુશીમાં પીએમશ્રી માધાપરવાડીની 400 બાળાઓ તેમજ સીઆરસી કક્ષાના ગણિત – વિજ્ઞાન પ્રદર્શનમાં આવેલ માર્ગદર્શક શિક્ષકો, બાળ વૈજ્ઞાનિકો બંને શાળાના શિક્ષકો એમ કુલ મળી 500 જેટલા લોકોને ભેળનો અલ્પાહાર કરાવી દિકરી જન્મના વધામણાં કર્યા હતા. અને સૌએ દિકરી વિશે ગુણગાન ગાતા જણાવ્યું હતું કે દિકરી એટલે જેનામાં સૂર્ય જેવું તેજ છે.જેનામાં ચંદ્ર જેવી શીતળતા છે.
મોરના જેવો મધુર કંઠ છે,વાત્સલ્યનો ભાવ છે. પુષ્પોની જેમ સુગંધ પ્રસરાવી શકે છે,મેઘધનુષના રંગો જેના જીવનમાં ભર્યા છે.જગદીશના બનાવેલા*જગત*નું જે શ્રેષ્ઠ સર્જન છે.તેમ છતાં જેના જીવનમાં નમ્રતા અને સમર્પણની ભાવના છે તે એટલે દિકરી.આમ દિકરીઓ વિશે ઉપસ્થિત સૌએ વાતો કરી હતી









