GUJARATMAHISAGARSANTRAMPUR

સંતરામપુરમાં દર મંગળવારે ભરાતી હાટ ના કારણે ટ્રાફિક જામ ની સમસ્યા માથાનો દુખાવો બની છે..

સંતરામપુરમાં દર મંગળવારે ભરાતી હાટ ના કારણે ટ્રાફિક જામ ની સમસ્યા માથાનો દુખાવો બની છે..

અમીન કોઠારી મહીસાગર…

 

વાત કરવામાં આવે સંતરામપુર નગર ની તો, સંતરામપુર નગરમાં આવેલ બસ સ્ટેશન ચોકડીથી શરૂ કરીને કારગિલ પેટ્રોલ પંપ સુધી દર મંગળવારના રોજ ભરાતી હાટના કારણે દીવસે ભારે ટ્રાફિક જામ સર્જાય છે.
આ ટ્રાફિક જામના કારણે વાહનચાલકો અને રાહદારીઓ વારંવાર મુશ્કેલીમાં મુકાય છે.

અત્રે ખાસ ઉલ્લેખનીય બાબત એ છે કે, સંતરામપુર નગરમાં દર મંગળવારે ભરાતી હાર્ટના કારણે હાથ લારીઓ વાળા એમાં કટલરી હોય શાકભાજી હોય કે બીજી અન્ય કોઈ વસ્તુ વેચનારા ફેરિયાઓ તેમજ રાહદારીઓને ચાલવા માટે બનાવેલા પ્લેટફોર્મ ઉપર પણ નાની મોટી વસ્તુ વેચવા માટે દબાણ કરીને બેસી ગયેલા ફેરીયા ઓના કારણે આ વિસ્તાર માં ટ્રાફિકની સમસ્યા એ ગંભીર સ્વરૂપ ધારણ કરેલ છે, જેના કારણે સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

સંતરામપુરમાં દર મંગળવારે ભરાતી હાટ ના કારણે થતી ટ્રાફિક જામની સમસ્યાના કારણે સામાન્ય જનજીવન પર ગંભીર અસર પડતાં નગરજનો માં સંતરામપુર નગરપાલિકા તેમજ પોલીસ તંત્ર સામે ભારે અસંતોષ ની લાગણી ઉદભવેલી જોવા મળી રહી છે.

સંતરામપુર નગરની આ ટાફીકની સમસયા નો નગરપાલીકા‌ જનહીત માટે કાયમી ધોરણે ઉકેલ લવાય તે માટે સખત કડક અને શિક્ષાત્મક તેમજ દંડનાત્મક પગલા વર્ષે ખરી???? એવા સવાલો લોકોના મનમાં ચર્ચાઈ રહ્યા છે.

અત્રે ખાસ નોંધનીય બાબત એ છે કે, સંતરામપુર ગોધરા ભાગોલ ચોકડી થી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સુધીનો રોડ બે લાઈન નો મંજુર થયો છે તે રોડ મા રીબન ડેવલપમેન્ટ નો ભંગ કરીને જેને પણ કાચુ કે પાકુ દબાણ કરેલ છે. તે દબાણ નિયમોનુસાર ની માપણી કરીને નગરપાલિકા દવારા વહેલામાં વહેલી તકે કોઈની પણ શેહશરમ રાખયા વગર દુર કરાવીને આ મંજુર થયેલ રોડ ની કામગીરી ત્વરિત કરાવી ને ટાફીક ની સમસયા ને કાયમી ધોરણે હલ કરાવે તેમ નગરજનો ઈચછી રહેલા છે.

Back to top button
error: Content is protected !!