MEHSANAVIJAPUR

વિજાપુર નગરપાલિકાએ પાણી પુરવઠા અંગે જાહેર સુચના: બે દિવસ સમગ્ર શહેરમાં પાણી બંધ રહેશે તેવી સૂચના આપી

વિજાપુર નગરપાલિકાએ પાણી પુરવઠા અંગે જાહેર સુચના: બે દિવસ સમગ્ર શહેરમાં પાણી બંધ રહેશે તેવી સૂચના આપી

રવિવારે અને સોમવારે બે દિવસ પાણી અપાશે બાકીના બે દિવસ પાણી બંધ રહેશે
વત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર નગર સેવા સદન દ્વારા આપવામાં આવતું પીવાનુ પાણી બે સુધી બંધ રાખવામાં આવશે જેના માટે પાલીકા પાણી પુરવઠા વિભાગે શહેરી જનો ને સૂચના જાહેર કરી છે. શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ઉભી થયેલી પાણીની કટોકટી વચ્ચે નગરજનોને વધુ એક મોટો ઝટકો આપતાં નગરસેવા સદને બે દિવસ માટે પાણી પુરવઠામાં વિક્ષેપ રહેવાની સુચના જાહેર કરી છે. મેઈન નર્મદા પમ્પીંગ સ્ટેશન ખાતે મોટર સેકશન અને વાલ્વ લગાવવાના ફાઇનલ જોડાણની જરૂરી કામગીરીને કારણે આ શટડાઉન ફરજિયાત બન્યું હોવાનું નગરપાલિકાએ જણાવ્યું છે.નગરપાલિકા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, તા. ૧૬/૧૧/૨૦૨૫ ના રોજ બગીચા વિસ્તાર અને તા. ૧૭/૧૧/૨૦૨૫ ના રોજ લાલદરવાજા તથા બુદ્ધિસાગર વિસ્તારને નિયમિત પાણી સપ્લાય આપવામાં આવશે. પરંતુ ત્યારબાદ તા. ૧૮/૧૧/૨૦૨૫ અને ૧૯/૧૧/૨૦૨૫ ના રોજ સમગ્ર વિજાપુર શહેરનો પાણી પુરવઠો પૂરતો બંધ રાખવામાં આવશે.શટડાઉન અંગે નગરપાલિકાના પાણી પુરવઠા ખાતા ના પાર્થ પટેલે સ્પષ્ટ કર્યું છે કે પમ્પીંગ સ્ટેશન પર ફાઇનલ જોઇન્ટની કામગીરી માટે કામદારો દ્વારા શટડાઉનની માંગ કરવામાં આવી હતી. કામગીરી પૂર્ણ થતાની સાથે જ ફરીથી રાબેતા મુજબ પાણી વિતરણ શરૂ કરવામાં આવશે. શહેરમાં અગાઉથી પાણી પુરવઠામાં આવતાં વિક્ષેપોને કારણે નગરજનો આવેલ મુશ્કેલી માં પાણી નો વપરાશ માટે નો જથ્થો બચાવી વપરાશ કરવા જણાવ્યું હતુ હવે આગામી બે દિવસના પૂર્ણ શટડાઉનને કારણે પીવાના પાણીની કટોકટી વધુ ઊભી થઈ રહી છે. શહેરમાં પાણીની હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાગરિકોએ પૂરતું સ્ટોરેજ રાખવા તથા પાણીનો મિતવ્યયી ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!