હાલોલ:12 વર્ષ ના લગ્નજીવન દરમિયાન સંતાન ન હોવાથી પતિ પત્નિ વચ્ચે વિખવાદ થતા અભયમ હાલોલ મદદે પહોંચી સમસ્યા નું સમાધાન કરાવ્યું

રિપોર્ટર. કાદિર દાઢી. હાલોલ
તા.૧૪.૧૧.૨૦૨૫
હાલોલ નજીકના એક ગામ માંથી પીડિતાએ કોલ કરીને જણાવેલ કે તેમના પતિ દ્વારા હેરાનગતિ કરવામાં આવે છે માટે સમજાવવા માટે આવો 181 ની ટીમે પીડિતા નું કાઉન્સેલિંગ કર્યું ત્યારે જાણવા મળ્યું કે પીડિતા બહેન ને લગ્ન ના 12 વર્ષ જેવું થયું છે અને સંતાન નથી તેના કારણે તેમના પતિ નશો કરે છે અને અવારનવાર ઘરમાં ઝઘડો કરે છે અને ઘરમાં બંન્ને પતિ પત્નીને એક બીજા સાથે મનમતાવ રહે છે અને તેમના પતિ નોકરી ના પગાર માંથી પૈસા આપતાં નથી અને ઘરમાં સામાન લાવતા નથી માટે તેમને સમજાવો 181 ની ટીમે તેમના પતિ નું કાઉન્સેલિંગ કર્યું તેમને સમજાવ્યા તેમના પતિ જણાવતા હતા કે બેન ડૉક્ટર ની બતાવેલી દવા લેતા નથી તેથી તેમણે નિયમિત દવા લેવા જણાવેલ અને બંન્નેને હોસ્પિટલ માંથી કહેવામાં આવતી દવાઓ લેવા ની સલાહ આપી અને બંન્ને ને પ્રેમ થી રહેવા એકબીની વાત માનવા અને એકબીજા સાથે ચર્ચા કરી વિવાદો દૂર કરવાની સલાહ આપી અંતે બંન્ને પતિ પત્નિ ને એકબીજાની ભૂલ સમજાઈ અને તેને સુધારવાનું જણાવતા બંન્ને વચ્ચે સમાધાન કરવામાં આવ્યું હતુ.





