GUJARATMAHISAGARSANTRAMPUR

મહીસાગર જિલ્લામાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા સંતરામપુર ખાતે સ્થળ નિરીક્ષણ અને માર્ગદર્શન

મહીસાગર જિલ્લામાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા સંતરામપુર ખાતે સ્થળ નિરીક્ષણ અને માર્ગદર્શન
**
અમીન કોઠારી મહીસાગર

ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ ના રોજ મહીસાગર જિલ્લા કક્ષાનો ‘જનજાતીય ગૌરવ દિવસ’ કાર્યક્રમ સંતરામપુર ખાતે ભવ્ય રીતે યોજાશે.

આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા અધ્યક્ષ સ્થાને ઉપસ્થિત રહેવાના હોવાથી, કાર્યક્રમના સુચારુ આયોજન અને વ્યવસ્થાના ભાગ રૂપે આજરોજ જિલ્લા કલેક્ટર સુશ્રી અર્પિત સાગર દ્વારા સંતરામપુર ખાતે કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

કલેક્ટરશ્રીએ સ્થળ પરની બેઠક વ્યવસ્થા, મંડપ/સ્ટેજનું નિર્માણ, પાર્કિંગની સુવિધા, લાભાર્થીઓ માટેની વ્યવસ્થા સહિતની તમામ પૂર્વ તૈયારીઓની ઝીણવટપૂર્વક સમીક્ષા કરી હતી. તેમણે ઉપસ્થિત તમામ વિભાગના અધિકારીશ્રીઓને કાર્યક્રમ વ્યવસ્થિત અને સફળતાપૂર્વક યોજાય તે માટે જરૂરી અને સમયબદ્ધ સૂચનો અને માર્ગદર્શન આપ્યા હતા, અને સોંપાયેલી તમામ કામગીરી તાત્કાલિક પૂર્ણ કરવા ભારપૂર્વક જણાવ્યું હતું.

આ મુલાકાત દરમિયાન ધારાસભ્યશ્રી કુબેરભાઈ ડિંડોર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી યુવરાજ સિધાર્થ,નિવાસી અધિક કલેક્ટરશ્રી સી વી લટા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રીમતી ચંદ્રિકાબેન ભાભોર, પ્રાયોજના વહીવટદારશ્રી સહિત સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!