હાલોલ:બિહાર વિધાનસભાની ચૂંટણીમાં NDAના પ્રચંડ વિજયને લઇ હાલોલ ભાજપા ધ્વારા ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારની ઉપસ્થિતિમાં વિજય ઉત્સવ મનાવ્યો

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૪.૧૧.૨૦૨૫
આજે શુક્રવારના રોજ હાલોલ શહેરના બસ્ટેન્ડ વિસ્તારમાં NDA ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં થયેલી ભવ્ય જીતને ઉજવવા માટે વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.હાલોલ શહેર ભાજપ સંગઠન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર તેમજ શહેરના વિવિધ હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો ઉત્સાહપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત કાર્યકરોના ઉત્સાહભર્યા નારા અને અભિનંદનની આપ-લેથી થઈ હતી. વિજયની ખુશીમાં કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી, ફટાકડા ફોડીને આનંદ વ્યક્ત કર્યો હતો. સમગ્ર વિસ્તારમાં આનંદમય વાતાવરણ છવાઈ ગયું હતું.હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારે કાર્યક્રમમાં ખાસ હાજરી આપી અને NDA ની જીતને “વિચારધારા તથા વિકાસના રાજકારણની જીત” તરીકે ગણાવી હતી. તેઓએ જણાવ્યું કે આ જીત દેશના નાગરિકોનો વિશ્વાસ દર્શાવે છે અને તે કાર્યકરોના અવિરત પરિશ્રમનું ફળ છે. તેમના સાથે હાલોલ શહેર ભાજપ પ્રમુખ હરીશભાઈ ભરવાડ,હાલોલ નગર પાલિકા પ્રમુખ નિશાબેન દેસાઈ,પાલિકાના કારોબારી અધ્યક્ષ પ્રમોદસિંહ રાઠોડ,પાલિકાના ચૂંટાયેલા સભ્યો અને ભાજપા હોદ્દેદારો તથા અગ્રણીઓ હાજર રહ્યા હતા અને સૌએ એકમેકને અભિનંદન પાઠવ્યા હતા,કાર્યક્રમ દરમિયાન નેતાઓએ આગામી દિવસોમાં વધુ સેવા અને સંગઠન મજબૂત બનાવવા માટે કાર્યકરોને પ્રેરણા આપી હતી.








