
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા ના દેવકા ગામે માધ્યમિક શાળામાં નોકરી કરતા વોકેશનલ ટ્રેનર યુવતી એ કર્યો આપઘાત
અંગેની જાણવા મળતી વિગતો મુજબ
માંગરોળ તાલુકાના ચંદવાણા ગામની યુવતી
હેતલબહેન રૂડાભાઈ ઘોશિયા જે અમરેલી જિલ્લાની રાજુલા તાલુકાની દેવકા માધ્યમિક શાળા માં વોકેશનલ ટ્રેનર નોકરી કરતી હતી અને જે
કુંભારીયા ગામે રહેતી આ યુવતી અચાનક ગળાફાંસો ખાધો જે ધટના બાબતે ગામના સરપંચ ને જાણ કરવામાં આવેલ સરપંચે નજીક નું પોલીસ સ્ટેશન ડુંગર આવતું હોવાથી ડુંગર પોલીસને જાણ કરી ડુંગર પોલીસને જાણ થતા ડુંગર પોલીસ ઘટના સ્થળે દોડી આવી ડુંગર પોલીસ દ્વારા આ યુવતી એ કઈ રીતે આત્મહત્યા કરી શા માટે કરી વિગેરે બાબત જાણવા ડુંગર પોલીસે ઝીણવટભરી નજરે તપાસ શરૂ કરી પરંતુ આ યુવતીએ રૂમનો અંદરનું બારણું બંધ હોવાથી પોલીસ દ્વારા બારી ના કાચ તોડી અને નિરીક્ષણ કરવામાં આવ્યું પરંતુ સરપંચના જણાવવા પ્રમાણે તેમના પરિવારની કોઈ વ્યક્તિઓ ન હોય જેથી ડુંગર પોલીસ દ્વારા તેમના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો તેમના પરિવારજનો બપોરે કુંભારિયા ગામે પહોંચ્યા એમના પરિવારજનોના રૂબરૂમાં આ મકાનનો દરવાજો તોડી અને પોલીસ આ રૂમમાં દાખલ થયેલી ત્યારબાદ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવેલી પરંતુ કોઈ પણ જાત આ યુવતી ના આત્મહત્યા ના જાતનો કે સુસાઇડ નોટ કે બીજા કોઈ કારણો પોલીસને જાણવા મળેલ નહીં ત્યારબાદ આ યુવતી નો મોબાઇલ પોલીસે કબજે લીધો અને મૃતક યુવતીને રાજુલા સરકારી હોસ્પિટલે પીએમ માટે ખસેડવામાં આવી
પોલીસ દ્વારા આત્મહત્યાનું કારણ જાણવા તપાસ નો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો આ યુવતિ ૨૦૨૪ માં રાજુલા તાલુકાની આ દેવકા માધ્યમિક શાળા માં નોકરી માં જોડાયેલ
આત્મહત્યા બાબતે પ્રથમ નજરે પોલીસના જણાવવા પ્રમાણે આ યુવતી એકલી રહેતી હોય જેથી કારણ વિશેષ જાણવા મળેલ નથી પરંતુ આ બાબતે તેમના શાળાના શિક્ષકો તેમજ પરિવારના નિવેદનો તેમજ તેમનો મોબાઈલ હાલ પોલીસે કબજે કરેલ છે આ મોબાઈલ એફ.એસ.એલ માં મોકલવામાં આવશે અને ત્યારબાદ આ યુવતીના આત્મહત્યાનું કારણ જાણવા મળશે





