આચાર્યની બદલી થતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો તંત્રે બદલી રોકી દીધી

ગ્રામજનો અને વાલીઓની મહેનત રંગ લાવી માગણી સ્વીકારાઈ
દિયોદર ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય ને પુન શાળામાં મુકાયા ગ્રામજનોએ મો મીઠું કરાવી સ્વાગત કર્યું
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
આચાર્યની બદલી થતાં ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો હતો તંત્રે બદલી રોકી દીધી
દિયોદર તાલુકાના ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય ની એકાએક અંદરો અંદર વિખવાદ ના કારણે બદલી કરાતા સમસ્ત ગ્રામજનોએ બદલી રોકવા માટે વિરોધ નોંધાવી આચાર્ય ની બદલી રોકવાની માંગ કરી હતી જેને પગલે આખરે તંત્રએ આચાર્ય ની બદલી રોકી પુન શાળામાં મૂકતા ગ્રામજનોમાં આનંદ છવાયો હતો જેમાં ગામલોકોએ શાળા બહાર આચાર્ય ને મો મીઠું કરાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો
દિયોદર તાલુકાના ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય દુદારસિંહ ચૌહાણ ની તાજેતરમાં અંદરો અંદર વિખવાદ ના કારણે બદલી કરતા ગોલવી ગામના વિધાર્થીઓના વાલીઓ અને સમસ્ત ગામલોકોએ તંત્ર સામે વિરોધ નોંધાવ્યો હતો જેમાં ગોલવી નવા પ્રાથમિક શાળાના આચાર્ય ની બદલી નો ઑડર રદ કરી ગોલવી નવા પ્રાથમિક શાળામાં રાખવાની માંગ કરી હતી જેને પગલે જિલ્લા શિક્ષણ વિભાગે સમસ્ત ગ્રામજનોની માગણીઓ ને ધ્યાને લઈ આચાર્ય દૂદારસિંહ ચૌહાણ ની બદલી રોકી પુન આચાર્ય તરીકે ગોલવી નવા પ્રાથમિક શાળામાં મૂકતા ગામલોકોમાં આનંદ છવાયો હતો જેમાં શુક્રવારે શાળાના આચાર્ય શાળાએ હાજર થતા સમસ્ત ગામલોકોએ શાળા બહાર આચાર્ય નું સ્વાગત કરી મો મીઠું કરાવી શાળામાં પ્રવેશ કરાવ્યો હતો જેમાં સમસ્ત ગામલોકોએ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો





