BANASKANTHADEODAR
દિયોદર તાલુકા ભાજપ દ્વારા બિહાર ચૂંટણીનો વિજય ઉત્સવ મનાયો

દિયોદર તાલુકા ભાજપ દ્વારા બિહાર ચૂંટણીનો વિજય ઉત્સવ મનાયો
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
દિયોદર તાલુકા ભાજપ સમિતિ દ્વારા શુક્રવારે બિહાર વિધાનસભા ચૂંટણી અંતર્ગત ભાજપ અને સાથી પક્ષ nda નો 200 થી વધુ સીટો પર વિજય થતા આજરોજ દિયોદર ના ધારાસભ્ય કેશાજી ચૌહાણ ની હાજરીમાં વિજય ઉત્સવ મનાવ્યો હતો જેમાં દિયોદર નીલકંઠ મહાદેવ મંદિર પાસે કાર્યકરોએ ફટાકડા ફોડી આતશબાજી કરી એકબીજા ને મો મીઠું કરાવી વિજય ઉત્સવ મનાવ્યો હતો આ પ્રસંગે ભરતભાઈ સોનપુરા, પ્રદીપભાઈ શાહ ,નાગજીભાઈ દેસાઈ ,ભવાનજી ઠાકોર,નીતિનભાઇ ઠક્કર, મેરાજભાઈ દેસાઈ ,વગરે ભાજપ ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા અને વિજય ઉત્સવ મનાવ્યો હતો





