DAHODGUJARAT

ગામે ગામ આરોગ્ય સેવાઓ લોકોને ઘરદ્વારે પહોંચાડવા માટે જીલ્લા પંચાયત દાહોદ દ્વારા ચલાવવામાં આવતા “આરોગ્ય કિરણ કાર્યક્રમ” અંતર્ગત

તા.૧૪.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:ગામે ગામ આરોગ્ય સેવાઓ લોકોને ઘરદ્વારે પહોંચાડવા માટે જીલ્લા પંચાયત દાહોદ દ્વારા ચલાવવામાં આવતા “આરોગ્ય કિરણ કાર્યક્રમ” અંતર્ગત આજ રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ખરજના પેટા કેન્દ્ર મોટીખરજ–3 હેઠળ ભાભોર ફળિયા ખાતે વિશાળ આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

આ આરોગ્ય કેમ્પમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર ની વિશિષ્ટ ઉપસ્થિતિ રહી હતી. તેમણે કાર્યક્રમની મુલાકાત લઈને ગ્રામજનોને સરકાર દ્વારા ઉપલબ્ધ આરોગ્યયોજનાઓનો લાભ લેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.કાર્યક્રમમાં ગામના તલાટી મંત્રી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી ખરજના મેડિકલ ઓફિસર ડો. હેતલ હઠીલા, RBSK ટીમ, મી. પ.હૈ. સુ, લેબોરેટરી ટેક્નિશિયન, ફાર્માસિસ્ટ, મ. પ. હે. વ, ફીમેલ હેલ્થ વર્કર, તેમજ ગામની આશા બહેનોની સક્રિય હાજરી રહી હતી. તમામે મળીને ગામના નાગરિકોને વિવિધ આરોગ્ય સેવાઓ સરળતાથી પૂરી પાડવામાં મહત્વનો હિસ્સો ભજવ્યો.આ આરોગ્ય કિરણ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય સેવાઓને મજબૂત બનાવવાનો છે, જેમાં સામાન્ય રોગોનું નિદાન, ક્રોનિક બીમારીઓની સ્ક્રીનિંગ, માતૃ-શિશુ આરોગ્યની દેખરેખ અને સરકારની વિવિધ આરોગ્ય યોજનાઓનો લાભ લોકોને સીધો મળતા કરવાનો સમાવેશ થાય છે.કેમ્પ દરમિયાન નીચે મુજબની આરોગ્ય સેવાઓ villagers ને પૂરી પાડવામાં આવી:જનરલ આરોગ્ય તપાસ: 163 લોકોએ વિવિધ સામાન્ય તબિયત ચકાસણી કરાવી PM-JAY (આયુષ્માન કાર્ડ) બનાવ્યા: 48 લાભાર્થીઓ NCD (Non-Communicable Diseases) તપાસ: 36 નાગરિકોની સ્ક્રીનિંગ સગર્ભા સ્ત્રીઓની તપાસ: 12 ગર્ભવતી મહિલાઓની તબિયતની વિગતવાર ચકાસણી ABHA કાર્ડ બનાવ્યા: 15 મલેરીયા તપાસ: —TB તપાસ: 7 આ સિવાય આરોગ્ય સ્ટાફ દ્વારા ગામજનોને સ્વચ્છતા, પોષણ, રોગપ્રતિકારક શક્તિ વધારવા, અને મોંઘા ઉપચારોથી બચવા માટે સમયસર આરોગ્ય તપાસ કરાવવાનાં ફાયદાઓ અંગે માહિતગાર પણ કરવામાં આવ્યા.આરોગ્ય વિભાગ તરફથી જણાવાયું કે ગામે ગામ આવી આરોગ્ય ચકાસણી કેમ્પો નિયમિત આયોજન કરવામાં આવશે જેથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો સુધી ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ સરળતાથી પહોંચે અને દરેક નાગરિક તંદુરસ્ત સમાજ નિર્માણમાં સહભાગી થઈ શકે.

Back to top button
error: Content is protected !!