GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના શોભેશ્વર રોડ ઉપર વિદેશી દારૂની બોટલ સાથે એક ઇસમ ઝડપાયો

MORBI:મોરબીના શોભેશ્વર રોડ ઉપર વિદેશી દારૂની બોટલ સાથે એક ઇસમ ઝડપાયો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં શોભેશ્વર રોડ મફતીયાપરા પાસે શંકસોળ હાલતમાં પ્લાસ્ટિકની થેલીમાં કઈક છુપાવતા એક ઇસમને બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રોકી તે ઈસમ પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડ અને ક્ષમતાની ૧૬ બોટલ કિ.રૂ.૬,૭૫૦/- મળી આવતા તુરંત આરોપી ઇમરાન ઉર્ફે ઇમલો શબીરભાઇ મોવર ઉવ.૨૫ રહે. શોભેશ્વર રોડ મફતીયાપરા પાણીની ટાંકી પાછળ મોરબી-૨ વાળાની અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે આરોપી સામે પ્રોહી.એક્ટ હેઠળ કેસ નોંધી આગળની તપાસ ચલાવી છે.







