ARAVALLIGUJARATMODASA

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ભગવાન બિરસામુંડા ની જન્મજયંતિ ઉજવાઈ.જન આક્રોશ યાત્રા આયોજન બેઠક સફળતાપૂર્વક પૂર્ણ

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ ભગવાન બિરસામુંડા ની જન્મજયંતિ ઉજવાઈ.જન આક્રોશ યાત્રા આયોજન બેઠક સફળતાપૂર્વક પૂર્ણ

અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ તા. ૧૫-૧૧-૨૦૨૫, શનિવારે મોડાસા ખાતે ભગવાન બિરસામુંડા ની જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવી

સાથે સાથે જન આક્રોશ યાત્રા અંગેની મહત્ત્વપૂર્ણ બેઠકમાં પંચાયતી રાજ સંગઠનના રાજ્ય ઇન્ચાર્જ જીતેન્દ્રભાઈ કસાણા, પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ,પ્રદેશના આગેવાનો તથા જિલ્લા પ્રભારીશ્રીઓ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું

બેઠકમાં અરવલ્લી જિલ્લા મા આવનારી ૨૬-૨૭ નવેમ્બર, ૨૦૨૫ની જન આક્રોશ યાત્રાની સંપૂર્ણ રૂપરેખા, માર્ગ, કાર્યક્રમો, જવાબદારીઓ અને સંકલન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. દરેક તાલુકા તથા શહેર સંગઠનને જવાબદારીઓ સોંપી માર્ગદર્શન આપવામાં આવ્યું.બેઠકમાં તમામ સંગઠનો, હોદ્દેદારો અને કાર્યકરોની નોંધપાત્ર ઉપસ્થિતિ રહ્યા હતા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે જણાવ્યું કે જન આક્રોશ યાત્રા અરવલ્લી જિલ્લાના લોકોના હક્ક, પ્રશ્નો અને સરકારની નિષ્ફળતાઓ સામે એક સશક્ત જનઆંદોલન સાબિત થશે. જિલ્લા કોંગ્રેસ પરિવાર સમગ્ર શક્તિ સાથે આ યાત્રાને ભવ્ય અને ઐતિહાસિક બનાવશે. કાર્યક્રમ માં પૂર્વ પ્રમુખ કમલેન્દ્રસિંહ પુવાર,સહિત તમામ સંગઠન હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા યાત્રાને સફળ બનાવવા સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો.

Back to top button
error: Content is protected !!