દિયોદર રૈયા ગામે એકજ રાત્રે પાંચ મંદિરમાં તસ્કરો ત્રાટકીયા ચાંદીના આભુષણો રોકડ રકમની ચોરી

પોલીસ પેટ્રોલિંગના દાવા પોકળ ધાર્મિક સ્થળો પણ હવે અસલામત
દિયોદર રૈયા ગામે એકજ રાત્રે પાંચ મંદિરમાં તસ્કરો ત્રાટકીયા ચાંદીના આભુષણો રોકડ રકમની ચોરી..
પ્રતિનિધિ દિયોદર કલ્પેશ બારોટ
ઠંડીનો લાભ લઈ ચોર ટોળકી સક્રિય થઈ ગામના મંદિરોમાં પ્રવેશ કરી આભુષણો ઉઠાવી ગયા
– ત્રણ અજાણ્યા ઈસમોએ ચોરીને અંજામ આપ્યો હોવાનું અનુમાન પોલીસે સી સી ટીવી ફૂટેજ મેળવી તપાસ હાથ ધરી
શિયાળાની શરૂઆત થતા ચોર ટોળકી સક્રિય થઈ છે જેમાં દિયોદર તાલુકાના રૈયા ગામે શુક્રવારે રાત્રે કોઈ અજાણ્યા ઈસમોએ ગામના પાંચ ધાર્મિક મંદિરના તાળા નકૂચા તોડી મંદિરમાં પ્રવેશ કરી ચાંદીના આભૂષણો સોનાનો દોરો તેમજ દાન પેટી માંથી રોકડ રકમ ની ચોરી કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી છે જે અંગે દિયોદર પોલીસે તપાસ હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ દિયોદર તાલુકાના રૈયા ગામે આવેલ (૧) શક્તિ માતાજી નું મંદિર (૨) નકળંગ ભગવાન નું મંદિર(૩) ચામુંડા માતાજી નું મંદિર (૪) બ્રાહ્મણી માતાજી ના મંદિર (૫) શિકોતર માતાજી ના મંદિર માં શુક્રવારે રાત્રે રૈયા ગામમાં કોઈ અજાણ્યા ઈસમોએ પાંચે મંદિરના દરવાજા ના તાળા નકૂચા તોડી મંદિરમાં પ્રવેશ કરી મંદિર માંથી ચાંદીના આભુષણો સોનાના દોરો તેમજ દાન પેટી માંથી રોકડ રકમ ની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ ગઈ હતી જેમાં વહેલી સવારે મંદિરના પૂજારી પૂજા કરવા માટે મંદિરે આવતા મંદિરના દરવાજા તૂટેલ હાલતમાં જોવા મળતા તેમજ મંદિરમાં માતાજી ને ચડાવવામાં આવેલ ચાંદીના આભુષણો અને દાન પેટી જોવા ન મળતા મંદિરમાં ચોરી થઈ હોવાનું દેખાતા મંદિરના પૂજારીએ ગામલોકોને ચોરી થઈ હોવાનું જણાવતા ગામલોકો એકઠા થયા હતા જેમાં ચોરી અંગે ગામલોકોએ દિયોદર પોલીસ ને જાણ કરતા દિયોદર પોલીસ પણ રૈયા ગામે દોડી આવી હતી જે અંગે તપાસ કરતા ત્રણ અજાણ્યા ઈસમો એ ગામમાં પ્રવેશ કરી મંદિરને નિશાન બનાવી ચાંદીના આભુષણો તેમજ રોકડ રકમની ચોરી કરી હોવાનું ધ્યાને આવતા પોલીસે અજાણ્યા ઈસમો સામે કાર્યવાહી હાથ ધરી છે
_ અજાણ્યા ઈસમોએ માતાજીના દર્શન કરી મંદિરમાંથી આભૂષણો ની ચોરી કરી અજાણ્યા ઈસમો સી સી ટીવી કેમેરામાં કેદ થયા
રૈયા ગામે આવેલ શક્તિ માતાજીના મંદિરમાં રાત્રિના સમય બે ઈસમો મોઢે રૂમાલ બાંધી મંદિરમાં પ્રવેશ કરે છે અને એક ઇસમ બહાર ઉભો રહે છે જેમાં બે ઈસમો પહેલા મંદિરમાં પ્રવેશ કરી માતાજીને હાથ જોડી પગે લાગે છે અને પછે મંદિરમાં લગાવવામાં આવેલ ચાંદીના આભૂષણો ની ઉઠાંતરી કરી પલાયન થઈ જાય છે જે ત્રણ ઇસમો મંદિરમાં લગાવવામાં આવેલ સી સી ટીવી કેમેરામાં કેદ થયા છે જે અંગે પોલીસે સી સી ટીવી ફૂટેજ મેળવી તપાસ નો દોર શરૂ કર્યો છે
– જાણભેદુ હોવાની આશંકા પોલીસ તપાસ ધમધમાટ
રૈયા ગામે એકજ રાત્રે પાંચ ધાર્મિક મંદિરને ચોર ટોળકીએ નિશાન બનાવ્યા છે જેમાં પાંચે મંદિર આજુ બાજુ વિસ્તારમાં હોવાથી અગાઉ ચોર ટોળકીએ રેકી કરી હોવાનું મનાય છે જેમાં રૈયા ગામે એકજ રાત્રે પાંચ મંદિરને નિશાન બનાવ્યા હોવાથી કોઈ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે જે અંગે પોલીસે ડોગ સ્કોર્ડ અને એફ એસ એલ ની મદદ લઈ કાર્યવાહી હાથ ધરી છે
– મંદિરના પાછળના ભાગે થી ખાલી દાનપેટી મળી
ચોર ટોળકીએ મંદિરમાં પ્રવેશ કરી ચાંદીના આભુષણો ની ચોરી કરી ચોર ટોળકીએ મંદિરમાં રહેલ દાનપેટી ને ઉઠાવી જઈ મંદિરના પાછળ ના ભાગે લઈ જઈ દાન પેટી ને તોડી દાન પેટી માંથી રોકડ રકમ ની ચોરી કરી ચોર ટોળકી ફરાર થઈ હતી જેમાં મંદિર ના પાછળ ના ભાગે થી મંદિર ની દાન પેટી ખાલી હાલતમાં મળી આવી હતી





