બોડેલીની પ્રતિષ્ઠિત એવી શેઠ એચ.એચ શિરોલાવાલા હાઇસ્કુલ, બોડેલી ખાતે આજે છોટાઉદેપુર જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ તથા બોડેલી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળનાં માર્ગદર્શન મુજબ મફત કાનૂની સહાય અને સેવા અંતર્ગત શાળાનાં વિદ્યાર્થીઓને પોક્સોનાં કાયદાથી માહિતગાર કરવાનો એક કાર્યક્રમ શિરોલાવાલા હાઇસ્કુલ કમિટી ટ્રસ્ટનાં આજીવન ટ્રસ્ટી અને પ્રમુખ ભાવેશભાઈ શિરોલાવાલા , શાળાનાં મુખ્ય દાતા પ્રદીપભાઈ ચોકસી, બોડેલી બાર એસોસિએશન ના પ્રમુખ એડવોકેટ લલીતચંદ્ર રોહિત, ઉપપ્રમુખ એડવોકેટ પ્રકાશભાઈ રોહિત, સરકારી વકીલ એડવોકેટ યોગેશભાઈ દરજી તથા ભાવનાબેન વસાવા સાથે બોડેલી બાર એસોસિએશનના સદસ્યો ની ઉપસ્થિતિમાં યોજાયો ત્યારે અગ્રણીઓ રાજેન્દ્રભાઈ કે પરીખ, સુરેશભાઈ શિરોલાવાલા, અશ્વિનભાઈ શાહ વિગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. શિરોલાવાલા હાઇસ્કુલનાં શિક્ષિકા બહેનો દ્વારા પ્રાર્થના સાથે ઉપસ્થિત મહાનુભાવના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનું પ્રારંભ થયો હતો જેમાં ટ્રસ્ટના પ્રમુખ ભાવેશકુમાર શિરોલાવાલા એ ઉપરથી મહાનુભાવનું શાબ્દિક રીતે સ્વાગત કર્યું હતુ.ઉપસ્થિત શાળાના વિદ્યાર્થીઓને પોક્સોના કાયદા અંગે માહિતી આપતા બોડેલી બાર એસોસિએશન નાં એડવોકેટ નિરજભાઈ પંચોલીએ બાળકો ઉપર જાતીય હુમલા તથા જાતીય સતામણી ના બનાવો અંગે ઉદાહરણો આપી કાયદાની વિસ્તૃત પણે છણાવટ કરી પોકસો કાયદા અંતર્ગત મળતું રક્ષણ ની વિગતો પૂરી પાડી કાયદાથી વિદ્યાર્થીઓની માહિતગાર કર્યા હતા. આજના આ કાર્યક્રમ દરમિયાન પબ્લિક પ્રોસિક્યુટર એડવોકેટ યોગેશભાઈ દરજી તથા બોડેલી બાર એસોસિએશન નાં પ્રમુખ લલિતચંદ્ર રોહિતે પ્રાસંગિક ઉદબોધન કરી વિદ્યાર્થીઓને પોકસો કાયદાની સમજ આપી હતી.અંતમાં શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે ઉપસ્થિત મહાનુભાવનો આભાર વ્યક્ત કરી રાષ્ટ્રગીત વંદે માતરમ્ સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી.