દાહોદ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે શહેરી વિકાસ શહેરી ગૃહમંત્રીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
AJAY SANSI2 hours agoLast Updated: November 15, 2025
0 2 minutes read
તા.૧૫.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શ્રી રામ પાર્ટી પ્લોટ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે શહેરી વિકાસ શહેરી ગૃહમંત્રી શ્રી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો
ભગવાન બિરસા મુંડાજી ‘ધરતી આબા’ નો ગૌરવવંતો વિરલ ઈતિહાસ ભવિષ્યની અનેક પેઢીઓનું દિશાદર્શન કરશે મંત્રી દર્શનાબેન વાઘેલા સરકારની વિવિધ યોજના લાભાર્થીઓને મહાનુભાવોના વરદ હસ્તે લાભ વિતરણ કરવામા આવ્યું હતું જિલ્લાના આદિજાતિ સમાજના રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર, મોમેન્ટો અર્પણ કરીને સન્માનિત કરવામાં આવ્યા દાહોદ:- ભારતના ભવ્ય અને દિવ્ય ઈતિહાસમાં ધરતી આબા તરીકેનું અનોખું સ્થાન પ્રાપ્ત કરનાર અને અંગ્રેજોના દમન સામે પ્રચંડ લડત આપનાર એવા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર ભારતમાં આ વર્ષ ‘જનજાતિ ગૌરવ વર્ષ’ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘જનજાતિ ગૌરવ દિવસ’ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરાવીને સમગ્ર આદિવાસી સમુદાયને ગૌરવ અપાવ્યું છે.આજરોજ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત દાહોદ શ્રી રામ પાર્ટી પ્લોટ દાહોદ ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી દર્શનાબેન વાઘેલાની પ્રેરક ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત સરકારની વિવિધ યોજનાઓના લાભો મંત્રી અને મહાનુભાવોના વરદ હસ્તે વિતરણ કરવામા આવ્યા હતા. આ વેળાએ શ્રેષ્ઠ રમતવીરો, તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રશસ્તિપત્ર, મોમેન્ટો અર્પણ કરીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મંત્રી દર્શનાબેન વાઘેલાએ જણાવ્યું કે, જળ, જંગલ અને જમીન બચાવવા અને પોતાની અસ્મિતાના રક્ષણ માટે ભગવાન બિરસા મુંડાજીએ નાની ઉંમરમાં અંગ્રેજો સામે લડાઈ લડી હતી. તેમની લડાઈ એટલી પ્રચંડ હતી કે, અંગ્રેજોએ જળ, જંગલ અને જમીન ઉપરાંત આદિજાતિના હકો અને અધિકારો માટે નીતિ ઘડવાની ફરજ પડી હતી.ભગવાન બિરસા મુંડાજી ‘ધરતી આબા’ નો ગૌરવવંતો વિરલ ઈતિહાસ ભવિષ્યની અનેક પેઢીઓનું દિશાદર્શન કરશે. વધુમાં મંત્રી એ જણાવ્યું કે છેવાડાના માનવીને તમામ લાભ મળે, અંતિમ હરોળમાં રહેલા માનવીઓને પ્રથમ હરોળમાં લાવી તેમના વિકાસ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદી સતત કાર્યરત છે. આજે આપણે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિની ઉજવણી માટે આપણે આજે એકત્ર થયા છીએ. માત્ર ૨૫ વર્ષની ઉંમરે પોતાની જિંદગી ગુમાવનાર ભગવાન બિરસા મુંડાના વિચારો આજે પણ એટલા જ આદર્શ છે. શિક્ષણ, આરોગ્ય કુટેવો છોડવાના તેમના વિચારો આજે પણ આપણને માર્ગ ચીંધે છે. તેમના જ વિચારોને આગળ વધારીને સરકાર આજે સતત વિવિધ યોજનાઓ દ્વારા પ્રયત્નો કરી રહ્યા છે.ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મજયંતિની આજે ભવ્ય ઉજવણી થઈ રહી છે.જનજાતિય લોકો માટે સરકાર ખૂબ જ ઉમદા કાર્ય કરી રહી છે. ભગવાન બિરસા મુંડાએ તે સમયે અંગ્રેજો સામે લડત ચલાવી હતી અને એ લડત દરમિયાન જ તેમનું મૃત્યુ થયું હતું. તમામ જનજાતીય સમુદાયના લોકો માટે તેમનું જીવન પ્રેરણાદાયી બની રહ્યું છે. આજે સરકાર આદિજાતિના નાનામાં નાના માણસને પણ ઉત્કૃષ્ટ જીવન તરફ દોરી જવા માટે પ્રયત્નશીલ છે. તેમણે પોતાના સંબોધનમાં આદિજાતિના લોકો પર અંગ્રેજોએ કરેલા અત્યાચારોને પણ યાદ કર્યા. શિક્ષણ, રોડ રસ્તા, આરોગ્ય જેવા તમામ ક્ષેત્રોમાં આજે આપણે અગ્રેસર છીએ.ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીએ પ્રસંગોચિત ઉદબોધન કરતાં જણાવ્યું હતું કે, બિરસા મુંડાજીએ આપણા માટે જે કંઈ કર્યું છે, તેમના એ કાર્યને આપણે ક્યારેય ન ભૂલીએ, તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન થયું છે. આપણા પૂર્વજોએ દેશ માટે જે બલિદાનો આપ્યા છે, તેને આપણે ક્યારેય ન ભૂલવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશ માટે અનેકવિધ કામો કરી રહ્યા છે. જ્યારે તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે પણ એમણે અનેકવિધ કામો કર્યા છે. આજે પણ આ દેશને દુનિયાના નકશા ઉપર નંબર વન બનાવવા માટેના એમના મિશનમોડમાં અથાગ પ્રયત્નો ચાલી રહ્યા છે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક રવિરાજસિંહ જાડેજા, પ્રાયોજના વહીવટદાર દેવેન્દ્ર મીણા,નગરપાલિકા પ્રમુખ નીરજ દેસાઇ, પ્રાંત અધિકારી મિલિન્દ દવે, ચીફ ઓફિસર દીપસિંહ હઠીલા,અગ્રણી અભિષેકભાઈ મેડા,સહિત હોદ્દેદારો, પદાધિકારીઓ, મામલતદાર પ્રદીપસિંહ ગોહિલ,સહિતના અધિકારીઓ , કર્મચારીઓ , બહોલી સંખ્યામાં, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા