Rajkot: જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમ યોજાયો

તા.15/11/2025
વાત્સલયમ્ સમાચાર
નાગરિકોને જન કલ્યાણકારી યોજનાઓના લાભો તેમજ આરોગ્ય લક્ષી સેવાઓ અપાઈ
Rajkot: સ્વાતંત્ર્ય સેનાનીશ્રી ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીનાં ભાગરૂપે શ્રી ધર્મેન્દ્રસિંહજી કોલેજના ગ્રાઉન્ડ ખાતે સેવાસેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નાગરિકોએ જન કલ્યાણલક્ષી યોજનાઓ તેમજ આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ લીધો હતો.
જનજાતિય ગૌરવ વર્ષ ઉજવણી અંતર્ગત રાજકોટ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો. જેમા વિવિધ સરકારી વિભાગોન સ્ટોલ રાખવામાં આવ્યા હતા.
સેવાસેતુમાં આધાર વિભાગ, આઇ.સી.ડી.એસ. વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, જન્મ-મરણ દાખલા, બેંકની સેવાઓ, આવાસ યોજના, પી.જી.વી.સી.એલ, મામલતદાર કચેરી, પુરવઠા વિભાગ, સમાજ સુરક્ષા અને સમાજ કલ્યાણ વિભાગ, આરોગ્ય વિભાગ સહિત કચેરીઓ દ્વારા સરકારની જન કલ્યાણકારી યોજનાઓની જાણકારી લાભાર્થીઓને આપી હતી. આ સાથે આરોગ્ય વિભાગ દ્રારા જનરલ ફિઝિશિયન, હાડકા વિભાગ, આંખ વિભાગ, પી.એમ.જે.વાય., સ્ત્રી રોગ વિભાગ, સર્જરી વિભાગ સહિત ૮ સ્ટોલ રાખવામાં આવ્યા હતા. સેવાસેતુ અંતર્ગત નાગરિકોએ સરકારની જન કલ્યાણલક્ષી યોજનાની જાણકારી અને લાભ મેળવવાની સાથે આરોગ્ય લક્ષી સેવાઓનો લાભ પણ લીધો હતો.





