AHAVADANGGUJARAT

વાંસદા ખાતે રાજ્યકક્ષાના મંત્રી કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જનજાતિય ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

{આદિવાસી સમાજના વીર નાયકોના સ્વાતંત્ર્ય ઇતિહાસને દુનિયા સમક્ષ મૂકવાનું કામ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કર્યું:- }

{દેશ સ્વતંત્રતા માટે આદિવાસી બાંધવો એ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. તેમનું બલિદાન આજની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે}
મંત્રી કમલેશભાઈ પટેલ

મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમાજના તેજસ્વી તારલાઓ, પ્રતિભાશાળી રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી આ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણી થઈ રહી છે. આજની પેઢી સ્વાતંત્ર્ય સંગ્રામમાં બિરસા મુંડાની આગેવાનીમાં  આદિજાતિઓના ઐતિહાસિક યોગદાનને જાણે-સમજે અને તેમાંથી રાષ્ટ્રનિર્માણની પ્રેરણા મેળવે તેવા ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં આ વર્ષ ઉત્સાહભેર જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઉજવાઈ રહ્યું છે.

ગુજરાત સરકારના નાણાં, પોલીસ હાઉસિંગ, જેલ, સરહદી સુરક્ષા, ગૃહ રક્ષક દળ અને ગ્રામ રક્ષક દળ, નાગરિક સંરક્ષણ, નશાબંધી અને આબકારી વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી  કમલેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને આજરોજ  વાંસદા  તાલુકાના  ગાંધી મેદાન  ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતી અંતર્ગત જન જાતિય ગૌરવ દિવસની ઉજવણી થઈ હતી.

આ કાર્યક્રમના અધ્યક્ષ રાજ્યકક્ષાના નાણાં મંત્રીશ્રી કમલેશભાઈ પટેલે  જણાવ્યું હતું કે, ભગવાન બિરસા મુંડાજી આદિવાસી સમાજના પ્રેરણાસ્રોત અને આદર્શ વ્યક્તિત્વ રહ્યા છે. તેમણે પોતાના જીવન દ્વારા ધર્મ, સંસ્કૃતિ અને આદિવાસી ઓળખને જાળવી રાખવા અવિરત પ્રયત્નો કર્યા હતા.

મંત્રીશ્રી જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાએ અનેક મુશ્કેલીઓ વેઠીને અંગ્રેજ સરકારની દમન નીતિઓ સામે અવાજ ઉઠાવ્યો હતો. હાથમાં તીર કામઠા લઈને અંગ્રેજો વિરુદ્ધ લડત આપી હતી તથા સમાજને એક કરવાનું કામ કર્યું હતું. દેશની સ્વતંત્રતા માટે આદિવાસી બાંધવો એ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા. તેમનું બલિદાન આજની પેઢી માટે પ્રેરણાસ્ત્રોત છે. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સરકારશ્રીના વિવિધ યોજના થકી આદિજાતિ સમુદાયના છેવાડાના લોકોને સર્વાંગી વિકાસના કામો સતત સરકાર કરી રહી  છે.

વધુમાં મંત્રી જણાવ્યું કે , જે રીતે દેશ પ્રથમની ભાવના સાથે ભગવાન બિરસા મુંડાએ કાર્ય કર્યું છે. એ જ ભાવના સાથે આપણે સૌએ સાથે મળીને વિકસિત ભારતના સાંકળો માટે  નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકતાથી કામ કરવા માટે એકતા દર્શાવવાની મંત્રીશ્રીએ અપીલ કરી હતી.

આ પ્રસંગે વલસાડના સાંસદ તથા લોકસભાના દંડકશ્રી ધવલ પટેલે  જણાવ્યું કે, રાષ્ટ્રનિર્માણમાં જનજાતિય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન-જન સુધી પહોંચાડવાના ઉદ્દેશ્ય સાથે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ ૨૦૨૧માં આદિજાતિ સમુદાયના પૂજનીય, જનનાયક બિરસા મુંડાના જન્મદિવસ તા.૧૫મી નવેમ્બરને ‘જન જનજાતીય ગૌરવ દિવસ’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જેના ભાગરૂપે  ચાલુ વર્ષે ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિ વર્ષ રાજ્યમાં ‘જનજાતીય ગૌરવ વર્ષ’ તરીકે ખૂબ ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે.
સાંસદ ધવલ પટેલે વધુમાં જણાવ્યું કે , આઝાદી માટે આદિવાસી યુવાનોની સંઘર્ષ ગાથા ઇતિહાસના પાના ઉપર લખાયેલી નહોતી પરંતુ આઝાદીના આટલા વર્ષો પછી દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ ઇતિહાસને દુનિયાની સમક્ષ મૂક્યો છે.તેમના સંઘર્ષમય જીવનમાંથી આપણે રાષ્ટ્રીય એકતા, આત્મસન્માન અને ન્યાય માટે લડવાની પ્રેરણા મેળવી શકીએ છીએ. ભગવાન બિરસા મુંડાનું યોગદાન ભારતના ઈતિહાસમાં અમર રહેશે તેમ જણાવ્યું હતું.

પ્રાયોજના વહિવટદારશ્રી પ્રણવ વિજ્યવર્ગિય દ્વારા સ્વાગત પ્રવચન થકી ભગવાન બિરસા મુંડાનો જીવન પરિચય તથા આદિવાસી સમાજના આઝાદીની ચળવળમાં આપેલ યોગદાન વિશે સૌને માહિતગાર કર્યા હતા. આ સાથે જિલ્લા માં યોજાયેલ જનજાતિય યાત્રાની સફળતા અંગે જાણકારી આપી હતી.

ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતેથી માનનીય વડાપ્રધાશ્રીના અધ્યક્ષતા હેઠળ યોજાયેલ જન જાતિય ગૌરવ દિવસ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણને ઉપસ્થિતિ લોકોએ નિહાળ્યું હતું.

આ તકે, ઉપસ્થિત સર્વેએ ભગવાન બિરસા મુંડાના જીવન-સંઘર્ષ અને સંસ્કૃતિ અંગે ફિલ્મનું નિદર્શન તથા બાળકો દ્વારા રજૂ કરાયેલ સાંકૃતિક કાર્યક્રમ નિહાળ્યા હતા .  સાથેજ મહાનુભાવોના હસ્તે આદિજાતિ સમાજના તેજસ્વી તારલાઓ, પ્રતિભાશાળી રમતવીરો, પ્રગતિશીલ ખેડૂતોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા

આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરેશભાઈ દેસાઈ , જિલ્લા પંચાયત ઉપ પ્રમુખશ્રી અંબાબેન મહાલા , વાંસદા તાલુકા પંચાયત પ્રમુખશ્રી દીપ્તિ પટેલ, તાલુકા સંગઠન પ્રમુખશ્રી પિયુષભાઈ પટેલ , વાંસદા પ્રાંત અધિકારીશ્રી ભાર્ગવ મહાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એસ ચાવડા ,  તાલુકા વિકાસ અધિકારીશ્રી રાજેન્દ્ર પરમાર ,  સહિતના સ્થાનિક આગેવાનો અને બહોળી સંખ્યામાં  ગ્રામજનો  ઉપસ્થિત રહ્યાં હતા.

Back to top button
error: Content is protected !!