પાલનપુર તાલુકાની કાણોદર અનુપમ શાળાવર્ષેખેલ મહાકુંભ 2025 માં તે રાજ્ય સ્પર્ધા નું આયોજન કર્યું

16 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
ખેલક્ષેત્રે બનાસનું ગૌરવ પાલનપુર તાલુકાની *કાણોદર અનુપમ શાળા નંબર.3 માં* ધોરણ.8 માં અભ્યાસ કરતો શાળાનો પ્રિય એવો નાનકડો દોડવીર..જૈમિન અમૃતાબેન હિંમતભાઈ ચાવડા* જેણે વર્ષ 2025/26 માં પોતાની મહેનત અને ધગશથી દોડ ક્ષેત્રે સમગ્ર જિલ્લા _ રાજ્યનું નામ ગૌરવાન્વિત કર્યું છે.ઉદેપુર જીનસિટી હાફ મેરથોન દોડ યોજાઈ.જેમાં 10 કિલોમીટર દોડ માં ચતુર્થ નંબર પ્રાપ્ત કર્યો. જે 58 મિનિટ માં પૂર્ણ કરી મહેસાણા ખાતે 10 કિલોમીટર દોડ સેકન્ડ કેટેગરી માં 44 મિનિટમાં પૂરી કરી હતી.
ખેલ મહાકુંભ તાલુકા સ્પર્ધામાં* સ્પોર્ટ્સ સ્કૂલ ગઢ વિમલા વિદ્યાલય ખાતે 600 મીટર દોડમાં પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો. હવે તે જિલ્લા કક્ષાએ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.ચાલુ વર્ષેખેલ મહાકુંભ 2025 માં તે રાજ્ય સ્પર્ધામાં કુસ્તીમાં પણ સહભાગી થશે.આ બાળ રમતવીર માટે કાણોદર સમગ્ર શાળા પરિવાર અને કાણોદર ગામ ધન્યતાની લાગણી અનુભવે છે.






