GUJARATHALOLPANCHMAHAL

રોટરી ક્લબ ઓફ હાલોલ દ્વારા ફ્રી મેગા મેડિકલ કેમ્પ યોજાયો,108 દર્દીઓએ કેમ્પનો લાભ લીધો 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૬.૧૧.૨૦૨૫

સતત નિરંતર સેવા કાર્યોમાં પ્રવૃત્ એવી રોટરી ક્લબ હાલોલ દ્વારા આજરોજ રવિવાર તારીખ 16 નવેમ્બર 2025 ના રોજ હાલોલ ની કલરવ સ્કૂલ ખાતે વડોદરા ની સનશાઈન ગ્લોબલ હોસ્પિટલ ના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લગભગ 108 દર્દીઓએ હાડકા તથા સાંધાના દુખાવા માટે ઓર્થોપેડિક તેમજ હૃદય રોગ અંગે કાર્ડિયોલોજિસ્ટ તેમજ આંખ અને પડદા એટલે કે રેટિના અંગેની પોતાની તકલીફોના નિવારણ માટે આ કેમ્પનો લાભ લેવામાં આવ્યો હતો દર્દીઓ નું વજન,બી.પી., સુગર લેવલ તથા ECG વિગેરે પણ ચેક કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં સનશાઈન ગ્લોબલ તરફે જાણીતા અનુભવી ડોક્ટર્સ તથા સ્ટાફે પોતાની સેવાઓ આપી તેમજ વહીવટીય ક્ષેત્રે ક્લબના પ્રમુખ હાર્દિક જોશીપુરા,મંત્રી વૈભવ પટેલ, પૂર્વ પ્રમુખ તથા પ્રોજેક્ટ કોઓર્ડીનેટર પ્રદીપ પરીખ, રો. વિપુલભાઈ રાણા વિગેરે સભ્યોએ હાજર રહી સેવા કાર્યમાં સહયોગ આપ્યો હતો. કલરવ શાળા તરફે આચાર્ય ડૉ. કલ્પનાબેન જોશીપુરા દ્વારા શુભેછા પાઠવવા ઉપરાંત જરૂરી સવલતો તેમજ ચા નાસ્તા ની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!