
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય અને ગૌરવભરી ઉજવણીમાં ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૦ મી જન્મ જયંતીની ઉજવણીમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ઉપસ્થિતિ રહ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સંબોધનમાં તેઓ ગુજરાતના આદિવાસીઓની કલા વિશે વાત કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે ગુજરાતના આદિવાસીઓ પાસે અદભુત કલા છે. તેમણે બનાવેલા પેઈન્ટીંગ અને ચિત્રો ખાસ છે.
આ સમયે ડેડિયાપાડા તાલુકાના રાંભવા ગામની વસાવા સ્નેહા જયંતિલાલ (ઉં.વ.૨૩) એ હાથમાં વારલી પેઈન્ટીંગ ઉંચુ કરીને દર્શાવ્યું હતું. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું ધ્યાન આ વારલી પેઇન્ટિંગ પર આવતા તેઓ એ પોતાનું સંબોધન રોકીને વડાપ્રધાન મોદીએ ડેડિયાપાડાની સ્નેહા વસાવાનું વારલી પેઈન્ટીંગ સ્વીકાર્યું હતું અને કહ્યું હતું કે તેઓ આ સ્નેહાને પત્ર લખશે.
આ વારલી પેઇન્ટિંગ અંગે સ્નેહા વસાવાએ જણાવ્યું હતું કે આ પેઇન્ટિંગ ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે ખાસ બનાવવામાં આવ્યું છે. જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેડીયાપાડા આવે છે તેમની માટે આ પેઇન્ટિંગ બનાવવામાં આવ્યું હતું. આ પેઇન્ટિંગની વાત કરીએ તો આ વારલી પેઇન્ટિંગ ખાસ કરીને લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી માટે તૈયાર કરવામાં આવ્યું હતું.
આ વારલી પેઇન્ટિંગ જોઈએ તો પ્રધાનમંત્રી મોદી ભગવાન બીરસા મુંડાને ફુલહાર પહેરાવવા માટે જાય છે અને તમને સાથે સાથે તેમના મંત્રી મંડળના સભ્યો અને દેડિયાપાડાના અનેક લોકો પણ સામેલ છે. આદિવાસી રીતરિવાજ સાથે આ કાર્યક્રમ થયું હોય એવું અહીં દર્શાવવામાં આવ્યું હતું. જેમ કે ઢોલ,નગારા અને શરણાઇ સાથે આદિવાસી નૃત્ય કરતા લોકો પણ જોવા મળે છે. તેમજ આ પેઇન્ટિંગમાં નીચેના પટ્ટામાં આદિવાસીની જીવન દિનચર્યા વિશે દોરવામાં આવેલ છે. જેમાં કે એક ઝુંપડીમાં વૃદ્ધ દાદા ઊભા છે ઝોપડીની બહાર વાંસ માંથી અનેક વસ્તુઓ બનાવે છે જેમ ટોપલા, અનાજ મૂકવાની કોઠી, સૂપડા વગેરે આ બધી જ વસ્તુઓ આ ચિત્રોમાં દર્શાવવામાં આવેલ છે. ડેડિયાપાડાના રાંભવા ગામની સ્નેહાએ કહ્યું કે તે વારલી પેઈન્ટીંગ ડેડિયાપાડાની કોલેજમાં જ શીખી હતી.



