ઈડર તાલુકાના ઉમેદપુરા ગામ નજીક 108 એમ્બ્યુલન્સમાં એક મહિલાની સફળ ડિલિવરી કરાવવામાં આવી

GVK EMRI 108 એમ્બ્યુલન્સ ફરીથી બની નવજીવન નો પર્યાય.
આજે બપોરે 13.05 વાગ્યે 108 નો ફોન રણક્યો કે ઉમેદપુરા રોડ પર કુવા ઉપર થી પેશન્ટને લેવાના હતા તાલુકો ઈડર જિલ્લો સાબરકાંઠા માં રહેતા લીલાબેન મેઠાભાઈ ડાભી ને પ્રસુતિ ની પીડા શરૂ થઈ હતી અને તાત્કાલિક એમને સારવાર ની જરૂર હતી. 108 માં ઇ એમ ટી ભૂમિ પટેલ અને પાયલોટ માં પ્રવીણસિંહ કુંપાવત એમના ખેતરે પહોંચી ને એમને ઇડર સિવિલ માટે લઈને નીકળતા રસ્તામાં પ્રસુતાને વધુ તકલીફ પડતા એમ્બ્યુલન્સ રોડ નિ સાઈડ માં પાર્ક કરાવી ને એમ્બ્યુલન્સમાં જ ડીલેવરી કરાવી હતી માતાને પુરા મહિના ન હોવાથી સાતમા મહિના માં જ ડીલેવરી નો દુખાવો ઉપડેલ હોવાથી . એમ્બ્યુલન્સમાં પૂરતી સામગ્રી થી માતાની ડીલેવરી એમ્બ્યુલન્સમાં જ કરાવી હતી અને પછી માતાને અને બાળક બંનેને વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ ઇડરમાં સારવાર માટે લઇ ગયા હતા માતા અને બાળકને બંનેને ત્યાં દાખલ કરાયા હતા બાળકનો જન્મ એમ્બ્યુલન્સમાં 1:27 થયો હતો હોસ્પિટલ લઈ જતા હતા ત્યારે લીલાબેન અને મીઠાભાઈ ડાભી બંને એ 108 ની સેવાનો ખૂબ જ આભાર માન્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા






