BODELICHHOTA UDAIPURGUJARAT
બોડેલી ડભોઇ રોડ પર બાઈક પર જતા આધેડ ના ગળા મા પતંગ નો દોરો આવી જતા ગંભીર

ડભોઇ રોડ પર આજે એક ગંભીર ઘટના બની હતી, જેમાં પતંગના ધારદાર દોરા થી બાઈક પર જતા એક આધેડ વ્યક્તિના ગળામાં દોરો ફસાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ, દોરાની ઘસારા કારણે તેમને તાત્કાલિક ઈજાઓ પહોંચી હતી અને તેમને તરત જ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
હાલ તે વ્યક્તિની હાલત અંગે સંપૂર્ણ માહિતી મળી નથી, પરંતુ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં હલચલ મચાવી છે. સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને ચાઇનીઝ દોરા પર કડક કાર્યવાહી કરવાની જોરદાર માંગ ઉઠી છે.
પતંગદોરાના કારણે અનેક અકસ્માતો થાય છે, છતાં પણ બજારોમાં આ દોરા સહેલાઈથી મળી રહે છે, જેના કારણે ફરી એક વાર સુરક્ષા મુદ્દો ચર્ચામાં આવ્યો છે.
રિપોર્ટર તોસીફ ખત્રી




