મતદારો ફોર્મ ભરવા બાબતે કોઈપણ જાતની મુશ્કેલી હોય તો આગામી તા. ૨૨ અને ૨૩ નવેમ્બરના રોજ યોજાનાર ખાસ કેમ્પનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્રની અપીલ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ખાસ સઘન સુધારણા ૨૦૨૫ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લામાં ૧૩,૦૦,૩૪૪ ગણતરી ફોર્મ માંથી ૧૨,૯૬,૬૧૦ ગણતરી ફોર્મ એટલે કે ૯૯.૭૧ ટકા ફોર્મ વિતરણની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ વિતરણ કરેલા ફોર્મ મતદારો પાસેથી મેળવી આ ફોર્મ ને બુથ લેવલ ઓફિસર દ્વારા બી.એલ.ઓ એપ મારફત મેળવેલા ફોર્મ નું ડિજિટલાઈઝેશન ની કામગીરી ચાલી રહી છે. જેમાં ૪૩,૮૩૯ ગણતરી ફોર્મ એટલે કે ફુલ ફોર્મ ના ૩.૩૭ ટકા ગણતરી ફોર્મ ડિજિટલાઇઝ થઈ ગયા છે. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી, જૂનાગઢની કચેરી દ્વારા મતદારોને સહકારની અપીલ કરવામાં આવે છે કે લોકો તેઓને મળેલ ગણતરી ફોર્મ ને વહેલી તકે ભરી બુથ લેવલ ઓફિસરને સોપવામાં આવે. જેથી ફોર્મ ડિજિટલાઈઝ કામગીરી સમય મર્યાદામાં કરી શકાય. મતદારો ફોર્મ ભરવા બાબતે કોઈપણ જાતની મુશ્કેલી હોય તો આગામી તા.૨૨/૧૧/૨૦૨૫ તથા ૨૩/૧૧/૨૦૨૫ ના રોજ યોજાનાર ખાસ કેમ્પનો લાભ લઈ શકે છે.આ ખાસ કેમ્પમાં મતદારોને મતદાન મથક પર બુથ લેવલ ઓફિસર આપને ફોર્મ ભરવા બાબતે જરૂરી મદદ કરશે.આ સિવાય સરકારશ્રીની વેબસાઈટ voter.eci.gujarat.gov.in પરથી જરૂરી વિગતો મેળવી શકશે. આ સાથે જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે કાર્યરત ૧૯૫૦ હેલ્પલાઇન નંબર ઉપર થી સમય સવાર ના ૮ – ૦૦ થી સાંજના ૮-૦૦ સુધી જરૂરી માર્ગદર્શન મેળવી શકશે.