
તા.૧૬.૧૧.૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:
દાહોદ શહેર સહિત જિલ્લામાં અકસ્માતની ઘટનાઓમાં મૃત્યુ પામેલ મૃતકોને રાજકીય રેલવે પોલીસ દાહોદ દ્વારા દાહોદ રેલવે સ્ટેશન ખાતે શ્રદ્ધાજલી અપાઈ
દાહોદ રાજકીય રેલવે પોલીસ સ્ટેશનના PI. જે.બી.રાઠોડએ રેલી નીકળી વાહન ચાલકોને માર્ગદર્શન આપ્યું અને માર્ગ અકસ્માતમાં ભોગ બનેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી દાહોદ શહેર સહિત જિલ્લામાં વાહન ચાલકોની પૂર ઝડપ અને પોતાના વાહનો બેદરકારીથી હંકારવાના કારણે અનેકો વાહન ચાલકોનું મૃત્યુ થતું હોય છે.આવા અકસ્માતોને નિયત્રણમાં લાવવા સ્થાનીક પોલીસ અનેકો પ્રયત્નો કરી ચુકી છે.તેમ છતાં વાહન ચાલકો હહેલ્મેટ ન પહેરી અને પોતાના વાહનો બેદરકારીથી હંકારી મોત ને ભેટતા હોય છે.જેમાં આજરોજ રાજકીય રેલવે પોલીસ દ્વારા રાજકીય રેલવે પોલિસ સ્ટેશન ખાતે બે મિનિટનું મૌન પાડી રાજકીય રેલવે પોલિસ સ્ટેશન ખાતેથી રેલી યોજી અને રેલવે સ્ટેશન વિસ્તારમાં આવતા જતા વાહન ચાલકોને રોકી વાહન ચલાવતા સમયે હેલમેટ ફરજીયાત પહેરવા તેમજ પોતાના વાહનો સાવચેતી પૂર્વક ચલાવવા સલાહ સૂચન આપવામાં આવ્યા હતા.આ નીમિતે રાજકીય રેલવે પોલીસ સ્ટેશનના તનામ સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા




