શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણા દ્વારા ૨૩ મો ઈનામ વિતરણ-સ્નેહ મિલન સમારોહ યોજાયો..
પ્રમુખ બચુભાઈ (સરકારીવકીલ), મંત્રી પરેશભાઈ (એડવોકેટ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ -મહેસાણા),ઉપ પ્રમુખ કિરીટકુમાર ઓઝા તેમજ દાતાઓ,વિવિધ પરગણા અને મંડળોના આગેવાનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ મા દીપ પ્રાગટ્ય

શ્રી વઢિયારી પ્રજાપતિ સમાજ મહેસાણા દ્વારા ૨૩ મો ઈનામ વિતરણ-સ્નેહ મિલન સમારોહ યોજાયો..
મહેસાણાના મોઢેરા રોડ ઉપર લક્કી પાર્કની સામે કોમ્યુનિટી હોલ ખાતે આજરોજ તા.૧૬/૧૧/૨૦૨૫ ને રવિવારના રોજ પરમ પૂજ્ય સંતશ્રી સોહમ ભગતની પાવન નિશ્રામાં ઉદ્ઘાટક રમેશકુમાર એ.પ્રજાપતિ (શિલ્પી બુરેઠા) તથા મુખ્ય મહેમાન ગં. સ્વ.નર્મદાબેન પ્રજાપતિ પરિવાર,ગં.સ્વ.ગોદાવરીબેન પ્રજાપતિ ના મુખ્યમહેમાન પદે પ્રમુખ બચુભાઈ (સરકારીવકીલ), મંત્રી પરેશભાઈ (એડવોકેટ, ડીસ્ટ્રીક્ટ કોર્ટ -મહેસાણા),ઉપ પ્રમુખ કિરીટકુમાર ઓઝા તેમજ દાતાઓ,વિવિધ પરગણા અને મંડળોના આગેવાનો અને આમંત્રિત મહેમાનોની ઉપસ્થિતિ મા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બિનલ દશરથભાઈ અણદપુરા સહીત બાલિકાઓએ સ્વાગત ગીત દ્વારા મહેમાનોનું સ્વાગત કર્યું જ્યારે પ્રમુખ બચુભાઈએ શાબ્દિક શબ્દો દ્વારા મહેમાનોને આવકારી શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેળવણી મંડળ પાટણના પ્રમુખ શાંતિલાલ,શ્રી વઢીયારી પ્રજાપતિ સમાજ દ્વારા ઉત્તર ગુજરાત ગુર્જર પ્રજાપતિ સમાજ બાર ગોળ સુરતના પ્રમુખ મનસુખભાઈ,પૂર્વપ્રમુખ ભીમજીભાઈ,લીલાભાઈ,કડી ડી. વાય.એસ.પી. હાર્દિકભાઈ,કચેરી અધિક્ષક,કચેરી-નાયબ કલેકટર સ્ટેમ્પ ડયુટી મુલ્યાંકન તંત્રની કચેરી મહેસાણા મહેશભાઈ (થરા),શ્રી ઉત્તર ગુજરાત આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ સમાજ અમદાવાદના પ્રમુખ દિલીપભાઈ, શ્રી આઠ પરગણા ગુર્જર વઢીયાર ગોળ પ્રજાપતિ સમાજના પૂર્વ પ્રમુખ પુનાભાઈ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ સમૂહ લગ્ન સમિતિ રાધનપુરના પ્રમુખ માધુભાઈ,શ્રી આઠ પરગણા ગુર્જર પ્રજાપતિ કેળવણી મંડળ રાધનપુરના પ્રમુખ રસિકભાઈ,શ્રી આઠ પરગણા પ્રજાપતિ વઢિયાર યુવા સંગઠન થરાના પ્રમુખ ઉમેશભાઈ,શ્રી કાંકરેજી હિંદવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ,શ્રી સમાલ પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ વીરચંદભાઈ,શ્રી ગુર્જર પ્રજાપતિ યુવક મંડળ (બારગોળ) કડીના પૂર્વપ્રમુખ કાંતિભાઈ,શ્રી વાંસા પરગણા પ્રજાપતિ સમાજના મંત્રી હસુભાઈ,શ્રી સમી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ ગોવિંદભાઈ,ગીતાબેન પ્રજાપતિ, ભગવતીબેન પ્રજાપતિ સહીત પધારેલ મહેમાનો તથા દાતાઓને પુષ્પગુંચ્છ આપી શાલ ઓઠાડી સન્માન કર્યું હતું.સાથે સાથે બ્લડ ડોનેશનમાં ૬૩ રક્ત દાતાઓએ બ્લડ ડોનટ કરેલ.વિશિષ્ટ સિધ્ધિ મેળવનાર ૯ વિધાર્થીઓ સહીત ૩૭૮ થી વધુ વિધાર્થીઓને ઈનામો આપી સન્માન કરવામાં આવેલા.ઉપસ્થિત મહેમાનોએ પ્રાસંગિક પ્રવચન કરેલ. વીરચંદભાઈ એકલવા, હેમરાજભાઈ એકલવા, ભવાનભાઈ એકલવા, અમરતભાઈ અસાલડી, રમેશભાઈ ઉપરીયાળા, કરશનભાઈ સિપર તરફથી ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો ત્યારે આશરે ૨૫૦૦ થી વધુ સંખ્યામાં પ્રજાપતિ સમાજ હાજર રહી ભોજન પ્રસાદ લીધો હતો એમ પરેશભાઈ પ્રજાપતિ એજણાવ્યું હતું.કાર્યક્રમને સફળ બનાવવા મંડળના તમામ હોદ્દેદારો,કારોબારી સભ્યો,શ્રી વઢિયારી પ્રજાપતિ મહિલા વિકાસ મંડળની બહેનોએ સખત મહેન કરી કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ કરેલ.સમગ્ર કાર્યક્રમનું સંચાલન વક્તા કૌશિકભાઈ પ્રજાપતિ,રમીલાબેન પ્રજાપતિએ આભારવિધિ સહમંત્રી ભાવેશભાઈ પ્રજાપતિએ કરી હતી.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. ૯૯૭૯૫ ૨૧૫૩૦







