વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ચૂંટણી પંચ દ્વારા તા. ૧/૧/૨૦૨૬ની લાયકાત તારીખના સંદર્ભમાં મતદારયાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરવામાં આવ્યો છે.
જે મુજબ લોકશાહીને મજબૂત બનાવવા માટેની મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ (SIR) ના વિવિધ તબક્કાઓ અનુસાર તા.૪/૧૧/૨૦૨૫ થી તા.૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને દરેક વર્તમાન મતદારને Enumeration Form (ગણતરી ફોર્મ) આપી, તે ભરવામાં મદદ કરી ભરેલા ફોર્મ પરત મેળવશે.
આ કામગીરી દરમિયાન જો પ્રથમવાર કોઈ મતદાર ઘરે ન મળે તો ત્રણ વખત તે મતદારના ઘરની મુલાકાત લેશે. જે બાબતે ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભામાં સમાવિષ્ટ સુબીર તાલુકાના અંતરિયાળ ગામોના બી.એલ.ઓ દ્વારા ગણતરી ફોર્મ (EF) વિતરણ કામગીરીની પ્રત્યક્ષ ચકાસણી શ્રી એમ.કે.ખાંટ, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ સુશ્રી કાજલ એન.આંબલિયા, મતદાર નોંધણી અધિકારી, ૧૭૩-ડાંગ (અ.જ.જા.) વિધાનસભા મતદાર વિભાગ અને પ્રાંત અધિકારી, આહવા જિ.ડાંગ દ્વારા કરવામાં આવી હતી.
ઉકત ચકાસણી દરમ્યાન બી.એલ.ઓ. દ્વારા ખૂબ જ સરાહનીય કામગીરી થઈ રહી હોવાનું ધ્યાને આવવા પામ્યું છે. મુલાકાત દરમ્યાન અધિકારીઓ દ્વારા મતદારોને Enumeration Form (ગણતરી ફોર્મ) બાબતે જરૂરી માહિતી તથા માર્ગદર્શન પણ આપવામાં આવ્યુ છે.





