DAHODGUJARAT

દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર દાહોદ શહેરના પ્રવેશ દ્વાર નજીક ખાનગી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત.અકસ્માતમાં 7 લોકોને ઈજાઓ પહોંચી

દાહોદમાં અમદાવાદ ઇન્દોર હાઇવે દાહોદ શહેરની અંદર પ્રવેશતા નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત.ખાનગી બસમાં સવાર 6 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી કોઈ જાનહાની નહિ તાલુકા પોલીસ ઘટના સ્થળે પોહચી

તા.૧૬.૧૧.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં અમદાવાદ ઇન્દોર હાઇવે દાહોદ શહેરની અંદર પ્રવેશતા નજીક ટ્રક અને ખાનગી બસ વચ્ચે અકસ્માત.ખાનગી બસમાં સવાર 6 થી વધુ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી કોઈ જાનહાની નહિ તાલુકા પોલીસ ઘટના સ્થળે પોહચી

દાહોદ શહેર સહિત જિલ્લામાં અકસ્માતોની વણઝાર થઈ રહી છે.ત્યારે આજરોજ દાહોદ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે દાહોદ શહેરના પ્રવેશતા ઘાટા પર ટ્રક અને ખાનગી બસ સામ સામે આવી જતા અકસ્માતની ઘટના બનવા પામી છે.ખાનગી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બસમાં સવાર 7 જેટલાં મુસાફરોને શરીરે નાની મોટી ઈજાઓ પહોંચી મળતી માહિતી અનુસાર અમદાવાદ તરફથી ખાનગી બસ અને ઇન્દોર તરફ થી આવતી ટ્રક જે દાહોદ શહેરમાં આવતા યુ ટર્ન પરથી ટ્રક ચાલક યુ ટર્ન લઈ રહ્યો હતો તે દરમિયાન ખાનગી બસ ચાલકની નજર ચુકતા બસ ચાલકએ યુ ટર્ન લઈ રહેલ ટ્રક ને ટક્કર મારી દેતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો.ખાનગી બસ અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં બસમાં સવાર 7 મુસાફરોને શરીરે નાની મોટી ઈજાઓ થવા પામી હતી.અકસ્માત થતા આસપાસના લોકો દોડી આવી ઇજાગ્રસ્ત તમામ લોકોને 108 મારફતે નજીક ના હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.ઘટનાની જાણ દાહોદ ગ્રામ્ય પોલીસ ને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી જઈ અકસ્માતના કારણે ટ્રાફિક જામ ને હલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!