DHROLGUJARATJAMJODHPURJAMNAGARJAMNAGAR CITY/ TALUKOJOTANAKALAVADLALPUR

એડવોકેટ એક્ટ અને ધ રોલ ઓફ પબ્લીક પ્રોસીક્યુટર

 

જામનગર જીલ્લા પબ્લીક પ્રોસીક્યુટર(DGP) જમન ભંડેરીનું ચિંતન નવનીત નવયુવાન વકીલોને માર્ગદર્શક બનશે

જામનગર (ભરત ભોગાયતા)

વકીલાતનો વ્યવસાય ગરીમા,ગોપનીયતા અને ગહન અભ્યાસના ત્રિવેણી સંગમ સમાન હોય છે તેમજ જે રીતે લોકોને રોજ બ રોજના જીવનમાં રક્ષણ,આરોગ્ય,ન્યાય વગેરેની જરૂર પડે જ છે ત્યારે ભારતની લોકશાહી પ્રણાલીમાં ન્યાયાલય એ ચાર મુખ્ય સ્તંભમાં એક છે આ સ્તંભમાં ન્યાયાધીશ તેમજ વકીલના મહત્વ અંગે આપણે સૌ સમજીએ છીએ જામનગરમાં વ્યવસાયને દીપાવતા સૌ વકીલો હંમેશા અભ્યાસ કરી વધુ ને વધુ પ્રગતિ કરી રહ્યા છે


ત્યારે જામનગર જીલ્લાના મુખ્ય સરકારી વકીલ શ્રી જમન ભંડેરીજીએ એક આર્ટીકલ લખ્યો જેમાં તેઓના ચિંતનનું નવનીત તરી આવ્યુ છે અને આ શાસ્રોના સાર સમાન લેખન યુવાન વયના ન્યાયક્ષેત્રના મિત્રો માટે તો ઉપયોગી નીવડે જ છે સાથે સાથે સમાજના દરેક ક્ષેત્રના યુવા મિત્રો માટે પણ માર્ગદર્શક છે કેમકે તેમાં ન્યાય,નિતિમતા અને નમ્રતાની વાત છે,તેમાં ધ્યાન,ધર્મ અને ધીરજની પણ વાત છે ,તેમાં અભ્યાસ,અનુભવ અને આવડતની વાત છે,તેમાં ગહનતા,ગૌરવ અને ગતિશીલતાની વાત છે તેમાં કર્મ,કથાનક અને કાળજીની વાત છે,તેમાં ભૂત,ભવિષ્ય અને વર્તમાની પણ વાત છે
_____________________________

શ્રી જમન ભંડેરી સા.ના ધ એડવોકેટ એક્ટ – અને રોલ ઓફ પબ્લીક પ્રોસીક્યુટર વિષેનો ખજાના સમાન લેખ અક્ષરસ: અહીથી નીચે પ્રસ્તુત છે……….

………….એડવોકેટ એકટ માં વકીલો માટે માર્ગદર્શક સીધ્ધાંતો નક્કી કરવામાં આવેલ છે અને ખાસ પાવર્સ આપવામાં આવેલ છે. અમેરીકામાં તો આવા સીધ્ધાંતોને એક અભૂતપૂર્વ સંગ્રહ ગણી વ્યવસાયીક આચાર સંહિતાના નીયમો તરીકે સ્વીકારવામાં આવેલ છે.

ગુજરાત રાજ્ય અને ભારત દેશમાં સરકાર તરફે પ્રેકટીસ કરતાં સરકારી વકીલો તેમજ બાર કાઉન્સીલ ઓફ ઈડિયા અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાં નોંધાયેલ મારાં વકીલ મીત્રો માટે આ બુક લખવાનું આયોજન કરવા માટેનું એક માત્ર પ્રેરણાં સ્ત્રોત હોય તો તે છે મારાં વકીલાત ક્ષેત્રનાં અનુંભવો.

મારી ૩૦ વર્ષની વકીલાત ક્ષેત્રની કારકીર્દીમાં સેસન્સ અદાલત થી માંડી હાઈકોર્ટમાં અને સુપ્રિમકોર્ટ માં જાહેર થયેલ લેન્ડમાર્ક ચુકાદાઓ ઓથોરીટીઓ અને પ્રસ્થાપિત થયેલ સિધ્ધાતોંનો અભ્યાસ કરી આ બુક લખવાં પ્રેરાયો છું.

વકીલાત કરવી તે માત્ર વકીલ નર્થી પરંતુ વકીલાત થી વિશેષ કાંઇ કરી સમાજમાં ઉદાહરણ સ્વરૂપ કાર્ય કરવું તે સાચો વકીલ છે, કાયદા ઘડનારાઓ ધારાસભ્યો, સાસંદ સભ્યો અને બંધારણીય રીતે વૈધાનિક બાબતો અંગે થતાં સરક્યુંલેટ સિધ્ધાતોંનો અભ્યાસ કરીને તેનું વિસ્તૃતીકરણ કરી સચોટ વયાખ્યા કરવી તે વકીલ.

વકીલને સુપરલેટીવની વયાખ્યામાં લઈ શકાય. વકીલ સુપર ધારાસભ્ય, સુપર સાંસદ સભ્ય તેમજ વૈઘાનિક બાબતોનો જાણકાર અને અમલ કરાવનાર સુપરીયાલીસ્ટ છે. વકીલથી સુપર કોઈ નથી તેમ કહી શકાય.

આ પુસ્તકમાં સરકારી વકીલની અને બારના સભ્યો એવા વકીલો તરીકેની ભૂમિકાં અંગેની જાણકારી આપવામાં આવેલ છે.

પૌરાણીક કથાઓ મુજબ દેવો અને દાનવો વચ્ચે સમુદ્રમંથન થયું અને જેમ સમુદ્રમાંથી રત્નો બહાર આવ્યાં તેવી જ રીતે શબ્દના સાગરમાંથી સત્ય બહાર લાવવાનું કાર્ય વકીલનું છે.

સરકાર અને ન્યાયતંત્ર તેમજ પત્રકારત્વ અને ધર્મ લોકશાહીના આ ચાર સ્તંભ છે. તેમા વકીલોનું ખુબ જ મોટુ યોગદાન હોય છે. આ ચાર સ્તંભ ને ઉભા રાખવાનુ અને સમાજને કેળવવાનુ ઉમદા કાર્ય વકીલોનુ છે.

કાયદાપોથીઓ ઘર્મગ્રંથો ઉપનીશદો નીતીશાસ્ત્રો દ્વારા મેળવવામા આવેલ જ્ઞાન અને તેમાથી મળેલ જ્ઞાનના અસ્ત વ્યસ્ત શબ્દોને ચણતર કરી ગોઠવવાનો એકમાત્ર પ્રયાસ કરેલ છે.

ગુજરાત હાઈકોર્ટ એકેડમી અને સરકાર દ્વારા જુદા જુદા સેમિનાર અને એડવોકેટ એકટમાંથી મેળવેલ સારનો પ્રસ્તૃત કરવાનો પ્રયાસ માત્ર છે તે બદલ મારા કાર્યમાં સહભાગી થનારા સર્વેનો હું ઋણી છું.

એડવોકેટ એક્ટ અન્વયે અનુસરવાના સિધ્ધાંતોને મે આધ્યાત્મિક રીતે શાસ્ત્રો અને કાયદા કાનૂન ના પુસ્તકો સાથે મુલવણી કરીને પ્રસ્થાપિત થયેલ સિધ્ધાંતોને સુત્રનું સ્વરૂપ આપેલ છે. આશા છે કે દરેક વકીલ મીત્રોને આવા સૂત્રો પોતાના દૈનિક કાર્યોમાં પણ ઉપયોગી થશે.

(૧) કર્મ કયારેય નિષ્ફળ જતું નથી. સિદ્ઘાંતો અનુસાર તે અચુક ફળ ઉત્પન્ન કરે છે. આં અંગેના નિશ્ચિત સ્વરૂપે આવા સિધ્ધાંતો સર્વ સમયે, સર્વ સ્થળે અને સર્વ સંજોગોમાં અભિવ્યકત થાય છે, તેનું નામ જ ન્યાય અદાલત,

અ- અરાજક્તા,

દા- દાનત,

લ- લક્ષ્ય,

ત- તનાવ,

ન્યા- નવું,

ય- આયામ.

આમ, અરાજકતા દાનત લક્ષ્ય અને તનાવ ભરી જીંદગીમાં નવા આયામ તરફ જવું એટલે ન્યાય અદાલત.

(૨) ઈશ્વરનાં ચુકાદા સર્વથા સાચા અને ન્યાય પુર્ણ જ હોય છે. કારણ કે તેનાં પુરાવા કર્મથી જ તપાસ્યા હોય છે. તેથી તેમા અપીલની જોગવાય નથી, જ્યારે પ્રવર્તમાન અદાલતો દ્વારા આપવામાં આવતાં ચુકાદાઓ નિર્ણયમાં બદલી શકે છે. તેથી જ અપીલની જોગવાઇઓ છે. ઈશ્વરનો ચુકાદો સર્વોપરી છે.

(૩) વિદઘવતાનું બિરુદ માત્ર વકીલોને જ આપવામાં આવ્યુ છે. અદાલતો દરેક ચુકાદાઓમાં “વિધ્ધવાન વકીલ” તરીકે સંબોધન કરે છે. તેનુ કારણ માત્ર વકીલે કર્મયોગનું પાલન કરાવવાનું છે.દરેક વ્યકિતએ કર્મયોગ ભાવનાથી કાર્ય કરવા જોઇએ. કર્મયોગ એટલે ઈશ્વરને સ્વામી તરીકે સ્વિકારવાની ભાવના પરંતુ વ્યકિત કર્મયોગને સ્વિકારતો નથી એટલે તેને લીટીગેશનમાં ઉતરવું પડે છે.

(૪) સંસ્કૃતિ અને સંસ્કાર વ્યવહારનાં નિયમો છે. દેશનાં કાયદા અને કાનુનો માનવા દરેક નાગરીકની ફરજ છે અને આ ફરજથી સભાન રહેવું જોઇએ. આ ફરજનો ભાવ જ્યારે રાગ દ્વેષ દ્વારા નિષ્ફળ બનાવવામાં મદદ કરે છે ત્યારે અદાલતોની જરૂર પડે છે.

(૫) રાગ અને દ્વેષ આત્માનાં અજ્ઞાનમાંથી ઉદભવે છે. તે જો મર્યાદિત સંખ્યામાં હોય તો આપણે તેને પહોંચી વળવાની યોજના ઘડી શકત, હજારો શાસ્ત્રો છે, હજારો કાયદાઓ છે, પરંતુ એક ઈષ્ટની પ્રાપ્તી બીજા અનેક રાગ દ્વેષને જન્મ આપે છે. શાસ્ત્રો અને કાયદાઓ વ્યકિતને સમજ આપી શકે, પાલન કરાવી શકે, પરંતુ તેનું અનુસરણ તો વ્યકિતએ જાતે જ કરવું પડે.

(૬) ધણાં ધર્મગ્રંથો ઉપનિષદો, નિતીશાસ્ત્રો માં મનુષ્ય જીવનને સમજાવતા સુંદર રૂપક આપવામાં આવ્યાં છે. “જીવન એક યાત્રા છે” જેનું દધ્યેય પુર્ણતાની પ્રાપ્તી માટે છે. તેમાં શાસ્ત્રી અને ધારાશાસ્ત્રી ની પણ જરૂર પડે.

(૭) રાગ દ્વેષમાં ધારાશાસ્ત્રીનું કામ ઈચ્છાઓ પુરી કરવાનું છે. જ્યારે ધર્મયુગ ધર્મક્ષેત્રમાં શાસ્ત્રીઓનું કાર્ય આત્માસંતોષનુ છે. પરંતુ હજારો શાસ્ત્રો અને કાયદાપોથી પઢવાથી કોઈની ઈચ્છાઓ પુરી થતી જ નથી કોઈ અપવાદ રૂપ ઇચ્છા પુરી થાય તો તેને મોક્ષ કહેવામાં આવે છે.

(૮) માત્ર પૈસા કમાવવા જ વકીલાત કરવી નહી, વકીલાત સેવાકિય પ્રદાન છે.વ્યવસાય નથી, તે ધ્યાનમાં રાખવું જોઇએ.

(૯) વકીલે હંમેશા ડિસ્ટ્રીક્ટ કોર્ટ, હાઈકોર્ટ, અને સુપ્રિમ કોર્ટના ચુકાદાઓ નું અવલોકન કરી તેમાંથી સત્ય શોધવાનાં પ્રયત્નો કરવાં જોઈએ.

(૧૦) એવું નથી કે સુપ્રિમ કોર્ટે કોઇ એક સિધ્ધાંત પ્રસ્થાપિત કરી દીધો પછી તે તમામ કેસોને લાગું પડે જ, તે માત્ર આધાર બની શકે પરંતુ નિર્ણય માં આ સિધ્ધાંત લાગું કરવો જ પડે તેવું નથી.

(૧૧) જે અસીલ નથી જાણતો પરંતુ વકીલે તેની બુદધ્ધી દ્વારા પારદર્શીકતાથી બચાવ માટેનાં પ્રયાસ કરવામાં મદદરૂપ થવું જોઇએ.

(૧૨) પ્રાચીન યુગમાં શાસ્ત્રીઓની સલાહથી રાજ્યોના વહીવટ ચાલતાં, કલીયુગમાં ધારાશાસ્ત્રીની સલાહો માન્ય રહે છે તેવું કહેવામાં જરા પણ અતિશ્યોતી નથીં. વકીલ ધારાનો જાણકાર અને એક્સપર્ટ હોવાથી ધારાશાસ્ત્રી કહેવામાં આવે છે

(૧૩) ક્રીમીનલ કાયદામાં ગુનેગાર કર્મને આધારે ઘણાં ગુનામાં સપડાય જાય છે, ભારતદેશમાં ઘણાં કાયદાઓ મનુસ્મૃતિ ની દેન છે.

(૧૪) ન્યાયમાં વિલંબ તે અન્યાય બરોબર છે દેશમાં ગ્રામ્ય અદાલતો આવશ્યક છે.

(૧૫) ન્યાયક્ષેત્ર એક માત્ર એવું ક્ષેત્ર છે જ્યાં “મંદિર શબ્દ” લાગ્યો. ન્યાયમંદિર, કારણ કે વ્યકિતએ કરેલ ભૂલો અંતરઆત્માનાં અવાજથી સત્ય બહાર લાવી શકાય છે તેથી જ કહેવાયું છે કે નવાણું નિર્દોષ ભલે છુટી જાય પરંતુ એક નિર્દોષને સજા ન થવી જોઇએ.

(૧૬) વકીલ વિચારશિલ હોવો જોઇએ વિચારો એ પાયા માં પડેલ બીજની જેમ કયારેક પાંગરે છે અને સારા વિચારોનાં બીજ ભવિષ્યમાં વટવૃક્ષ બનીને સારા સમાજનું નિર્માણ કરે છે.

(૧૭) વકીલે વાણીનો ન્યુનતમ ઉપયોગ કરી મહત્તમ લાભ અપાવવાનો હોય છે.શબ્દ બ્રહ્મ છે એક વખત શબ્દ બહાર નિકળી ગયા પછી તેનાં પર તમારો કોઈ અધિકાર રહેતો નથી તે શબ્દ બીજાનો બની જાય છે.

(૧૮) બદનક્ષીનો એક શબ્દ સજ્જનની આબરૂ ઘુળભેગી કરવા સમર્થ છે પણ આશ્વાસનનો, પ્રોત્સાહનનો એક શબ્દ જીવનમાં હારી બેઠેલાને નવી પ્રેરણા આપે છે. તમે શું બોલો તેનું મહત્વ નથી પરંતુ બોલેલા શબ્દનું મહત્વ શું નીકળે છે તે મહત્વનું છે.

(૧૯) ન્યાય કરવો તે ઈશ્વરનું કામ છે વકીલનું કાર્યક્ષેત્ર દયા પુરંતુ સીમિત છે. સજનતાની મુળભૂત નિશાની છે. સારાં અને ભલા લોકો ઉપર તો ઈશ્વરે દયા કરેલી જ છે દુષ્ટ લોકો ઉપર દયા કરવાની વાત છે.

(૨૦) પ્રભુ એ પ્રભુનું કાર્ય કરવા માટે કઈંક સમીકરણોથી વિકલ્પોનું નિર્માણ કર્યુ છે તે કાર્ય કરવા માટે અને પ્રભુનાં આવિર્ભાવ સહાયભૂત થવા માટે આપણને આ કાર્ય આપવામાં આવ્યું છે એ ભાવે જુઓ અને સમજો અસીલને તેનાં કર્મથી કેમ બચાવવો?

(૨૧) દયા અને ક્ષમા એ માનવધર્મનો અર્ક છે. સમાજ ધણીવાર પાપીને ક્ષમા આપે છે, સ્વપ્નદ્રષ્ટાને કદી નહી કારણ કે ખરાબ સ્વપ્નદ્રષ્ટા જ ઘણી વખત દુષ્કૃત્ય કરી બેસે છે.

માણસ સો વર્ષ પુરા જીવે નહી પણ ચિંતા હજાર વર્ષની કરે. આ હજાર વર્ષની ચિંતામાં અનેક સમસ્યાઓથી ઘેરાઇ જાય છે, આવી સમસ્યા જ્યારે ગંભીર સ્વરૂપ લે છે ત્યારે વકીલ જ તેમાંથી સત્ય શોધી આવી સમસ્યા માંથી બહાર કાઢી શકે. સત્ય દ્વારા જ માનવ સંસ્કૃતીમાં સૌંદર્યનો વિકાસ થાય છે.

(૨૨) પ્રેમ, યુદધ અને ક્રાંતીમાં માત્ર અસરકારક વિચારો જ જીતે છે. વકીલ હંમેશા વિચારશીલ વ્યકિત હોવા જોઇએ.

(૨૩) દુષ્કૃત્યોને ઢાંકી રાખે એવો પડદો બનાવનાર કોઈ વણકર આજ સુધી જગતમાં પાક્યો નથીં પરંતુ વકીલ તેની શબ્દ માયાજાળથી એવાં દુષ્કૃત્યોને દુર કરાવી શકે છે, વિજય મળે કે પરાજય એ મહત્વનું નથી તમે એ કાર્ય માં કેટલા પ્રયત્નોમાં કેટલાં પ્રાણ પુર્યા એ મહત્વનું છે.

(૨૪) વકીલે વિજયની ગાથા ગાયા કરવા કરતા પહેલા સત્ય, સુખ અને સાધનાની વાત કરવી જોઈએ. સુખ તો આપણી આસપાસ જ હોય છે માત્ર આપણે એની હાજરી લક્ષમાં લેતા નથીં.

(૨૫) જેમ શુન્ય એકલા ની કોઈ કિંમત નથી તેમ પાપ કે પુણ્ય જેવું કંઇ જ નથી, પણ તેનાં કર્તાની ભાવના પર આધારિત છે. વકીલ તેને શબ્દરૂપી ચણતરથી વ્યવસ્થિત રીતે ગોઠવી આપે છે.

(૨૬) પુસ્તકો સમયરૂપી સમુદ્રમાં બાંધવામાં આવેલ દીવાદાંડી સમાન છે. પુસ્તકોનો અભ્યાસ કરી વકીલ જ તેમાંથી રસ્તો કાઢી શકે છે. પુસ્તક એ આત્માની સવારી માટેના રથ સમાન છે.

(૨૭) ક્રોઘ ને કન્ટ્રોલ કરવાનું એક માત્ર માધ્યમ છે અદાલતો, નમ્રતા જ્ઞાનનો માપદંડ છે તેમ દરેક બાબતનો સમય હોય છે. “તારીખ પે તારીખ”.

(૨૮) સત્યના ધણાં પ્રકાર છે મારુ સત્ય, તમારું સત્ય આપણાં સહું નું સત્ય અને જે ખરેખર છે એ સત્ય. જીવન અને મૃત્યું તે સત્ય ની બિલકુલ નજીક છે બાકીનાં સત્યો પર પહોંચવાં બુધ્ધીશાળી મહાન લોકો અને છેલ્લે વકીલ ની મદદ લેવી પડે.

(૨૯) એક સત્યનું વિરોધી કદાપી હોઈ ન શકે કારણકે સત્ય એવી બાબત છે જેને કોઇ માનતું નથી તેનો ભેદ માત્ર વકીલ જ મેળવી શકે.

(૩૦) હંમેશા માનસિક સમતુલા અને વિવેક જાળવવો. સામા પક્ષ પરત્વે ભેદભાવ ન રાખવો. કોર્ટ અને ન્યાયાધીશનુ સન્માન કરવું. ન્યાયાધીશ સાથે અપમાનપુર્ણ વર્તન કદી ન કરવુ.

(૩૧) પોતાના સહાયકર્તાની લાગણી દુભાય એવું વર્તન કરવું નહિ. સામા પક્ષના અજ્ઞાનનો લાભલેવો નહી. પરંતુ સામો પક્ષ અપ્રામાણીક અને અનુચિત વ્યવહાર કે વર્તન કરે તો પોતાના અસીલના હીતના રક્ષણ માટે પોતાની લાગણીઓ વચમા આવવા દેવી નહી.

(૩૨) કોર્ટના અધિકારીઓ સાથે સન્માનપૂર્વક વર્તન કરવુ. અગાઉ રોકાયેલા અધિવકતાની ઈચ્છા વિરૂધ્ધ કેસ લેવો નહી.

(૩૩) ન્યાયીક કાર્યવાહીના વિષયવસ્તુમા પોતાનો સંબંઘ કે હિત હોય તો તે કાર્યવાહીમા પોતે અઘિવકતા તરીકે હાજર થવું નહીં.

(૩૪) સામા પક્ષના અધિવક્તાને આપેલા વચનનું સંપુર્ણપણે પાલન કરવું અને પોતાના અસિલને આર્થિક નુકસાન ન થતુ હોય તો આપેલા વચનનું પાલન કરવું પછી ભલે અસીલની સુચનાનો ભંગ થાય.

(૩૫) સામા પક્ષની નજીવી અને નકામી નબળાઇઓનો લાભ લેવો નહી અને અસીલ તેમ કરવા આગ્રહ રાખે તો અસીલને કેસ પાછો આપી દેવો. અસીલનો બચાવ ટકી શકે તેવો ન હોય તો તે દાવો કે બચાવ છોડી દેવા અસીલને સલાહ આપવી.

(૩૬) સિદ્ઘાંતહિન, કપટી અને મુદત બહારના બચાવો અધિવક્તાએ રજુ કરવા જોઈએ નહી. પોતે રોકાયેલા કેસમા સગીરાવસ્થા અને સમયમર્યાદાના બાધના બચાવો લેવા અંગેનો નિર્ણય અધિવક્તાએ લેવો નહિ અને જ્યારે અન્ય બચાવો ના સમીકરણો પ્રાપ્ત થતાં હોય ત્યારે જ કુદરતી ન્યાયના સિધ્ધાંતો ને લગત બચાવોનો લાભ અધિવક્તાએ લેવો કારણકે કોઇ કૃત્ય કાર્યને આધીન હોય છે.

(૩૭) દાવાની હકીકતો શંકાસ્પદ અને કાયદાના પ્રબંધોથી અસંગત લાગે ત્યારે અધિવક્તાએ એવી હકિકતોને વળગી રહેવુ નહી. અસીલે નિદાયયુક્ત હલકી કોટીના અને ભયંકર ગુનાઓ કર્યા હોવાનુ અધિવક્તાને લાગે ત્યારે તેવા કેસનો સ્વીકાર કરવો નહી.

(૩૮) પોતાના અસીલને લાભ અપાવવા માટે અધિવકતાએ પોતાની લાગવગનો ઉપયોગ કરવો नही.

(૩૯) વ્યવસાયમાં નવાગંતુકો ઉપર છાપ પાડવાના ઉદેશ માત્રથી અધિવકતાએ પોતાનુ જ્ઞાનપ્રદર્શન કરવુ નહી. સેસન્સ કોર્ટોમાં આવું બનતું હોય છે.

(૪૦) અધિવકતાએ અસીલન પરત્વે વફાદાર રહેવુ અને અસીલ ફી આપી શકે તેમ નથી તે કારણ માત્રથી કેસ લેવા ઈન્કાર કરવો નહી પરંતુ યોગ્ય ફી લેવી.

(૪૧) કેસની હકીકતો કે કાયદાના પ્રબંધોના વધારે જાણકાર વ્યકિતની સલાહ લેવા ઈન્કાર કરવો नही.

(૪૨) અસીલના કેસને નુકશાન થાય એવુ કોઈ કાર્ય કે સમાધાન કરવુ નહી. અસીલના નાણાં બિનજરૂરી પોતાની પાસે રાખવા નહી.

(૪૩) પોતાને સોંપવામા આવેલો કેસ નજીવો કે અગત્યનો છે એ હકીકતની અધિવકતા પર કોઈ અસર થવી જોઈએ નહી.

(૪૪) અસીલના અજ્ઞાનનો લાભ લેવો નહી. અસીલની આર્થિક સ્થિતીની અધિવકતા પર કોઈ અસર પડવી જોઈએ નહી.

(૪૫) કેસ ચાલી ગયા પછી કેસના કાગળો વ્યવસ્થિત રીતે પાછા આપવા જોઈએ. અસીલને પ્રસન્ન કરવા ખાતર ખોટો અભિપ્રાય કે સલાહ આપવી નહી.

(૪૬) હંમેશા સત્યનો આગ્રહ રાખવો જોઈએ. સત્ય અને અસત્ય હકીકતોની માહીતી મેળવ્યા પછી અધિવકતાએ પોતાના અંતરાત્માના અવાજને અનુસરવો જોઈએ.

(૪૭) પત્રવ્યવહારનો યથા સમયે પ્રત્યુત્તર આપવો જોઈએ. સામા પક્ષના વિજયથી અધિવકતાએ નિરાશ થવુ જોઇએ નહી.

(૪૮) પોતાના સિનિયર અધિવકતા પરત્વે સન્માનપુર્ણ વર્તન રાખવુ જોઇએ અને ભુતકાળના પ્રસંગોને યાદ કરી સહકાર્યકર્તા તરફ દ્રેષપુર્ણ વર્તન કરવુ નહી.

(૪૯) અધિકારીએ પોતાનુ મંતવ્ય નિર્ભીક રીતે રજુ કરવુ અને પોતાની સેવાઓ પોતાના અસીલના લાભમા ખંત અને મહેનતથી રજુ કરવી જોઈએ. અઘિવકતાએ કોર્ટ સમક્ષ સંપુર્ણ હકીકતો નિષ્પક્ષપણે અને પ્રામાણીકપણે રજુ કરવી જોઇએ.

(૫૦) અધિવકતાએ સ્વાર્થી કે સંકુચિત મનોવૃતિ રાખવી નહી. પરંતુ સરળ અને નિખાલસ રીતે સદવર્તાવથી પોતાનુ કામ કરવુ જોઇએ અને વિનમ્રભાવ રાખવો જોઇએ.

(૫૧) ઘનલક્ષ્મી સરસ્વતી અને પ્રેયષી (પ્રેમિકાં) પામવા લોકો અથાક પ્રયત્નો કરે છે અને તેની દોડમાં જ્યારે દિશા વિહીન થાય છે અને સમજે નહી ત્યારે તેને વકીલ જ બચાવી શકે છે.

(૫૨) કોઇપણ સક્ષમ એક્સપર્ટ વ્યકિત દરેક દિશામાં એક સાથે ચરણ નથી માંડી શકતો, તીવ્ર બુધ્ધીજીવી માણસ પણ દરેક વિષયોમાં પારદર્શી વિવાન નથી બની શકતો આ તમામ ક્ષેત્રોમાંથી સત્ય પારખવાનું કામ માત્ર વકીલનું છે.

(૫૩) આજનાં સુર્યને આવતીકાલનાં વાદળોમાં સંતાડી દેવો એનું નામ ચિંતા કુદરતી નથી કુત્રીમ છે જે માત્ર વકીલ જ દુર કરાવી શકે.

(૫૪) સત્ય એક જ છે. દા.ત. એક રૂપીયામાં ધણાં પૈસા સમાયેલ હોય છે ૫ પૈસા, ૧૦ પૈસા, ૨૫ પૈસા, ૫૦ પૈસા તેમ કુલ મળીને સો પૈસા બનતા હોય છે પરંતુ સો પૈસાનો રૂપીયો એક જ બને. તેવી જ રીતે તૂટક તૂટક ઘટકો ભેગા કરી સત્ય સાધી શકાય છે. એજ વકીલની ભૂમીકા છે. બધાનું સત્ય અલગ અલગ હોય શકે તેને એકજ સત્યમાં સમજાવી શકે તેનુ નામ વકીલ.

(૫૫) ભારત દેશને આઝાદી અપાવવામાં વકીલોનો ફાળો મહત્વનો હતો. પ્રેમ, યુધ્ધ અને ક્રાંતી માત્ર અસરકારક વિચારો દ્વારા જ જીતી શકાય છે. આ અસરકારક વિચારો વકીલોના હતા. વકીલે હંમેશા નિડર અને નિષ્પક્ષ હોવા અંગેના ગુણો કેળવવા જોઈએ.

(૫૬) ન્યાય કરવો અદાલતનું કામ છે, વકીલનુ કાર્યક્ષેત્ર માત્ર શબ્દની ગોઠવણ પૂરતુ જ છે. તે શબ્દની ગોઠવણમાં વ્યક્તિને ન્યાય મળે કે અન્યાય, તેનો આધાર કર્મ છે, તેના કારણે જ ધણા નિર્દોષ દંડાતા હોય છે. અને દોષીત નીર્દોષ ફરે છે.

(૫૭) વકીલોએ પોતાનુ મન અને મગજ હંમેશા નવા વિચારો માટે ખુલ્લુ રાખવું જોઇએ. કારણ કે જીંદગીમાં ડગલે ને પગલે દરેક નાની મોટી ઘટના માંથી કંઇક નવુ શીખવા મળતું હોય છે. તેમાંથી સાર કાઢી વકીલે અસીલનો બચાવ કરવાનો હોય છે.

(૫૮) જેમ ડાયરી મેઇન્ટેન કરવાની જવાબદારી છે તેવી જ રીતે ડાયરી બનાવવાની આદત ધણી જ મદદરૂપ નીવડે છે. વીચારોની અભિવ્યક્તિ માટે અને બનોવોની યાદી માટે પણ સેલ્ફ નોલેજ ઇઝ ધ બીગનીંગ ઓફ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટ”.

(૫૯) જીંદગીની વીતી ગયેલ પળો એક કરોડ સોના મહોરો આપવાથી પણ પાછી મળી શકતી નથી. તેમ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચેના ખટરાગો જ્યારે કોઈ દુર કરી શકતુ નથી ત્યારે અદાલતો દ્વારા જ ખટરાગ દુર થઇ શકે છે. કારણ કે અદાલતો ઉપર લોકોને વિશ્વાસ છે.

(૬૦) નવી નવી શોધો, નવુ જ્ઞાન અને એ રીતે નવી ટેકનોલોજી સતત રીતે વિકસતી જાય છે. આ માટે સબંધિત ક્ષેત્રની જાણકારી વકીલો પાસે હોવી અનીવાર્ય છે. આર્થીક, સામાજિક કે કાયદાકીય જાણકારી દ્વારા પણ ટેકનોલોજી બાબતો પર પ્રભુત્વ મેળવી શકાય છે. આ તમામ બાબતો વકીલ માટે પડકારરૂપ છે.

(૬૧) કાયદો રાજાઓનો પણ રાજા છે, હકીકતો, સામર્થ્ય, સજ્જનતા, પ્રભૂત્વ ઉત્સાહ અને આક્રમકતા દુષ્ટતા સહિષ્ણુતા અને અરાજકતા પણ એટલા જ સર્વોપરી છે, જેટલા કાયદો અને કલમો સર્વોપરી છે. જેમ ઇશ્વરનો ચુકાદો સર્વોપરી છે તેમ કાયદો રાજાઓનો પણ રાજા ๒.

(૬૨) ગુન્હેગાર લોકોને પોતાનાં કૃત્યોનો ભય હોય છે. જે વકીલને આપે છે બદલામાં વકીલ હિંમત આપે છે. ધૈર્યરૂપી અદાલત દ્વારા “ન્યાય” એક નવા આયામ અને સદાચારનો પ્રારંભ થાય છે.

(૬૩) વકીલો પોતાનાં ઉચ્ચ વિચારો દ્વારા માત્ર અદાલતો માંજ નહી પરંતુ માનવ સમાજને પણ પ્રભાવિત કરે છે. વીચારોની શકિત અત્યંત પ્રબળ છે.

(૬૪) ભયનાં આધાર પર જ ઘર્મોનો પ્રારંભ થયો છે. (ભય બિના પ્રિત નહી) તેવી જ રીતે કાયદા નાં ડરને કારણે જ શિસ્ત સલામતી અને વ્યવસ્થા જળવાઇ રહે છે. આવી બાબતો પુરાણા ગ્રંથોથી સાબિત થઇ ચુકી છે. જે વકીલો દ્વારા પ્રવર્તમાન કાયદા દ્વારા સાબિત કરાવાય છે.

(૬૫) પ્રાચીન ધર્મો અને ગ્રંથો માનવીના અંત:કરણનાં અને સમાજનાં વિકાસનું ફળ છે. જ્યારે વર્તમાન યુગમાં ગુન્હાખોરી, કિન્નાખોરી ભ્રષ્ટાચાર વિગેરે દુષણોની જનેતા ગરીબી છે જે લોકોને આંધળા વિકાસ તરફ દોડવા પ્રેરે છે.

(૬૬) જેમ યુવાન અને સૌદર્યવાન સ્ત્રીઓને પોતાનાં સૌંદર્યનો ભય હોય છે તેવી જ રીતે આરોપીઓ ગુનેગારોને દોષિત થવાનો ભય હોય છે. તે એક વાસ્તવિકતા છે. આ બન્ને પ્રકલ્પો નાં ભય કેમ દુર કરી શકાય તે માત્ર બુધ્ધીજીવી અને વકીલો સમજણથી અદાલતો દ્વારા દુર કરી શકે છે.

(૬૭) મન શાંત હોય ત્યારે જ તે શાસ્ત્રના અર્થને ગ્રહણ કરી શકે આ હકિકત કોઇપણ જ્ઞાનને લાગું પડે. અજ્ઞાન મનુષ્ય પોતાને સર્વકર્મનો કર્તા સમજે છે, આવા ભેદ ગુઢભાવે કરવામાં આવે ત્યારે વકીલની જરૂર પડે.

(૬૮) બાહ્ય જગતમાં માનવિય અધિકારોની મૂડી આપણે સૌ ને સોંપેલી છે. તેને અનિતીપૂર્વક કોઇને છિનવી લેવા ન દયો તેની મોટી જવાબદારી વકીલોની છે. વકીલ વ્યકિતથી વિશેષ છે, ગાયનું દાન કસાઇને નહી પણ બ્રાહ્મણને આપવું જોઇએ. આત્મા વિશ્વાસનો અંશ છે તે વકીલોએ જાણવું જોઇએ.

(૬૯) સદભાવના સાથે સંવેદના પણ જરૂરી છે. ઈશ્વરે સદગુણોની સાત્વિક વૃતિઓની સદભાવનાઓની મુડી આપણને આપેલ છે અને તેને સુરક્ષીત રાખવાની વિશેષ જવાબદારી પણ આપણી છે. આ મુડીનું રક્ષણ ન કરી શક્યા અને ચોરોએ તેના ઉપર કબજો લીધો તો તેના જવાબદાર આપણે હોઇશું.

(૭૦) જે રીતે સારા પુસ્તકો, સારા લોકો, સારો સમાજ અને સારું મનગમતું કોઇ ક્ષેત્ર તમે પસંદ કરો છો તેવી જ રીતે તમારો સારો વિચાર સમાજ માટે રિટ દ્વારા પ્રગટ કરો. સંભાવના છેકે તમને પણ બદલામાં કાંઇક આનંદવર્ધક મળી જાય.

(૭૧)મનનું પ્રોગ્રામિંગ અને ધનદોલત ઉપરનું એક સરસ પુસ્તક છે રીચ ડેડ એન્ડ પુઅર ડેડ તેમાં ગરીબ બાપ અને અમીર બાપ બંનેની વાત છે સામાજિક બાબતોમાં વકીલો આ બંનેની વાતને બેલેન્સ કરે છે રસ્તો કાઢી શકે છે અને સારા સમાજનું નિર્માણ થાય છે.

(૭૨) કાંઈપણ બનવા માટે લાયકાત સુધી પહોંચવું પડે છે આ લાયકાત સુધી પહોંચવામાં આવતા અવરોધો એટલે લીટીગેશન આ લીટીગેશનનો અદાલતો દ્વારા જ સોલ્વ થાય છે સ્વદર્શન અને સ્વ વિકાસ માટે સ્ટ્રગલ કરવી પડે છે અને આવા સ્ટ્રગલમાં લીટીગેશનો પણ આવે છે

(૭૩) સિક્કાની બે બાજુની જેમ ધનની પણ બે બાજુ હોય છે ધન જેટલું સુખ આપે છે તેટલું દુઃખ પણ આપી શકે છે સુખ આપવું કે દુઃખ એ ધન નક્કી નથી કરતું પરંતુ ધનનો માલિક નક્કી કરે છે તેવી જ રીતે કાયદો તમામને ફાયદા માટે છે અને તેની પણ બે બાજુ છે પરંતુ તેનો ઉપયોગ વકીલો દ્વારા માલિક તરીકે અદાલત નક્કી કરે છે જે સર્વોપરી છે

(૭૪) આ સમગ્ર વિશ્વમાં તેવી કોઈ વાસ્તવિકતા નથી જેને યોગ્ય જીવન શૈલી થી અલગ કરી શકાય ચરિત્ર સિદ્ધાંતોનો ઉપર આધારિત પુસ્તકો જેમાં પ્રતિબંધતા નમ્રતા વફાદારી શ્રદ્ધા ધૈર્ય અને શૌર્ય ન્યાયપ્રિયતા સોની સલામતી પરિશ્રમ સાદાઈ સદાચાર પ્રતિ ભાગ જ્ઞાન બિપાશા જેવા સ્વર્ણ સિદ્ધાંતોને પ્રાધાન્ય આપનાર કુશળ વકીલ છે

(૭૫) સિદ્ધાંતો નિયમો કાયદો કાનૂન આ બધા શબ્દો સમુદ્રિય દીવાદાંડી જેવા છે દરેક સભ્ય સમાજના અંગો માટે મુલાધાર સમાન બની રહે છે જે નીતિશાસ્ત્રમાં પણ સંમેલિત છે કોઈપણ વ્યક્તિ તેની અનુભૂતિ દ્વારા તેનું પ્રતિપાદન કરી શકે છે

(૭૬) તમારી પોતાની કિંમત સમજો અન્ય સમજે છે કે નહીં તેની ચિંતા ન કરો. તમારું આગવું વ્યક્તિત્વ વિકસાવો તમારી ભાવનાઓ ને અંકુશ રાખો ચોક્કસ સિદ્ધાંતો આત્મસાત કરી લો તમારું પોતાનું આત્મસન્માન વધારવા માટે તમારું જ્ઞાન, પ્રયત્નો, અને ચારિત્ર મહત્વનું છે તે જ તમારા વ્યક્તિત્વનું આંતરિક બળ કે નિર્બળતા નિશ્ચિત કરી શકશે આ એક મારો અનુભવ છે

(૭૭) ભૂતકાળને ભૂલી જઈએ તો વર્તમાન સુધરે નહીં વર્તમાન સુધરે નહીં તો ભવિષ્ય બગડે ભવિષ્ય ધૂંધળૂ બને આ ત્રણેય નું સંકલન જરૂરી છે આપણે ઘણી વખત ભૂતકાળને પૂર્વજોના કર્મ કહીએ છીએ વર્તમાનને વિચારતા નથી અને ભવિષ્યની કલ્પના જ કરતા નથી માટે કુશળ વકીલ બનવા માટે તમામ પાસાઓ વિચારવા જોઈએ.

(૭૮) સ્વર્ગનાં રાજ્યની એક વિશેષતા છે કે ત્યાં સર્વત્ર નિર્ભયતા છે. ધરતી પર આ ત્યારે જ સંભવ બને કે જ્યારે ગુંડાઓને રાજ્યના દંડાનો ભય હોય. તે માટે આપણી પોલીસ, ન્યાયતંત્ર અને વહીવટકારો પ્રમાણીકતાથી કાર્ય કરે. જેમ બધા દેવી દેવતાઓ શસ્ત્રધારી છે તેઓ અધ્યાત્મ અને ક્ષત્રિયત્વ બન્નેનું પ્રતિનિધિત્વ કરે છે, તમામ ક્ષેત્રનાં કર્મચારીની વિશેષ જવાબદારી છે કે કર્મચારીએ કર્મનું આચરણ કરવું જોઈએ જો ન કરે તો કરાવવુ જોઇએ.

(૭૯) સત્ય બોલવું એ કળીયુગની તપશ્ચર્યા છે. સત્યનુ પાલન કરવું અને કરાવવું એ વકીલ માટે ખુબ જ કઠીન કાર્ય અને વિટંબણા છે, કારણકે સત્ય એજ ઇશ્વર છે, સત્ય ને પુરાવાની જરૂર નથી. અસત્યને સત્ય પુરવાર કરવામાં અસંખ્ય પુરાવાની જરૂર પડે છે.

(૮૦) માનવજીવનમાં અધિકારો અને ફરજોનું ધણું મહત્વ છે. દરેક દેશનાં કાયદાઓમાં નાગરિકોનાં અધિકારો અને ફરજોને અગ્રીમતા આપેલ છે અને તે માટે બજવણી તથા અમલવારી બે રીતે કાનૂન સિધ્ધ કરે છે.

એક અધિકાર સુચક કાનુન જે મુળભુત અધિકારો કે જે જન્મથી પ્રાપ્ત થયેલ હોય છે. જન્મ સિધ્ધ અધિકાર, તે અંગેના અને બીજો પ્રક્રિયાત્મક કાનૂન જે ન્યાય સીધ્ધ દ્વારા મળી શકે. દરેક માનવી ઇચ્છે છે કે ન્યાય મેળવવાં પ્રક્રિયાત્મક રીતે અદાલતોની સરળ શ્રેણી, રચના અને કાર્યરીતી નિષ્પક્ષપાત સ્પષ્તા, સતયતા, ગુપ્તતા અને જટીલતા વિગેરે દ્વારા પ્રાપ્ત થવી જોઇએ.

(૮૧) અ વ્યકતમાં મન લગાડવું મુશ્કેલ છે, “એ” ફોર એપલ “એ ડઝ નોટ બિલોંગ ટુ એપલ”, અ થી તો ઘણાં બધા શબ્દો બને. વિવાદોમાં નિશ્ચીત ભાવે સત્ય દ્વારા પ્રગટ કરવાનું કામ વકીલનું છે.

(૮૨) ધણીવાર માણસ અહંમ નો ત્યાગ નથી કરી શકતો તેનાં કારણે સંઘર્ષ અને અશાંતી થાય છે. આપણી સંસ્કૃતી એ તર્પણ અને સમર્પણની સંસ્કૃતી છે, જે કર્તવ્યરૂપ છે. કર્તવ્ય તેને કહેવાય જેનું પાલન ન કરીએ તો દોષ લાગે. જીવન સંધર્ષ અને સમાજ વ્યવસ્થામાં દોષ ન લાગવા દેવો તે દરેક નાગરીકની ફરજ છે. દોષ અને દોષીત. અદાલતોમાં તેની વ્યાખ્યા કરવામાં આવે છે.

(૮૩) આ સમગ્ર સૃષ્ટિના સર્જન હારે પોતાના આ અદભુત સૃષ્ટિનું સર્જન સામાન્ય અને સીમિત બુદ્ધિ ધરાવનાર મનુષ્યની સમજમાં ન આવે તેવી અદભુત રીતે કરેલું છે. સમગ્ર સૃષ્ટિ તેણે સુવ્યવસ્થિત રીતે બેનમૂન બનાવી છે ક્યાંય કશી ઉણપ કે અપૂર્ણતા નથી. જે પરમેશ્વરનું એક ઉત્તમ સર્જન છે તેમ છતાં જરૂર પડે તો માનવ માનવ વચ્ચે ઉદ્વેગો અને વિવાદો ટાળવાનું ઉમદા કાર્ય વિધવાન વકીલોને આપેલ છે

(૮૪)સમય સંપત્તિ કે સત્તા માન મોભો આમાનું કશું જ ન હોય તો ફિકર નહીં પણ પ્રેમ ભર્યું હૃદય હોય તો પ્રેમભર્યા હૃદયમાં સંસારની સર્વ સમૃદ્ધિ ભરેલી છે એક સારા વકીલ પાસે સંસ્કારથી ભરેલ શબ્દ રૂપે સમય સંપત્તિ અને સત્તા માન મોભો આ બધું જ હોય છે

(૮૫) વકીલ એવા કઠિન સમસ્યાઓના રસ્તાઓ કાઢી શકે છે કે જે કોઈપણ નઠારીમાં નઠારી વસ્તુઓ એવી નથી કે જેમાં ગુણ ન હોય અને કોઈ સારામાં સારી વસ્તુ કે એવી નથી કે તેમાં કોઈ દોષ ન હોય માટે ઉદાર માણસોએ સર્વત્ર ગુણનું જ દર્શન કરવું

(૮૬) વકીલને બુધ્ધીશક્તિથી ઈશ્વર સેવા માટે આપતો જ રહે છે તેથી વકીલે ઈશ્વરને નજર સમક્ષ રાખી ઈશ્વરના પ્રતિનિધિ તરીકેનું કાર્ય કરવું જોઈએ જેથી પક્ષકારોના આત્માને સંતોષ થાય આત્મસંતોષ એ જ મોટું સુખ છે

(૮૭) સુખ અને દુઃખ એ કુદરતની દેન છે દુનિયાની કોઈ અદાલત તેમાંથી બાકાત નહીં કરાવી શકે પરંતુ મનુષ્ય જાતે ઊભા કરેલ સુખ દુઃખ અદાલતો દ્વારા વકીલ બાકાત કરાવી શકશે

(૮૮) ન્યાય શાસ્ત્ર ભારતના વિદ્વાનોએ જ્ઞાનના ચાર વિભાગનું વર્ણન કર્યું છે અનવિક્ષિકી ત્રયીરુચા, વાર્તા અને દંડનીતિ અનવીક્ષિકો નો અર્થ એ જ્ઞાન છે જે શાસ્ત્રોમાંથી સીધા જોવામાં આવેલ અને શીખેલા વિષયોનો આવશ્યક સ્વરૂપને પ્રગટ કરે છે અનવિક્ષિકીને વિજ્ઞાનમાં શ્રેષ્ઠ ન્યાય માનવામાં આવે છે જેનું નામ છે ન્યાય શાસ્ત્ર. ન્યાયને સત્યના નિર્ધારણ માટેના આધાર તરીકે પણ વર્ણવે છે જે માધ્યમો દ્વારા આપણે જાણી શકીએ છીએ તેવા તત્વોનું જ્ઞાન એટલે ન્યાયશાસ્ત્ર.

(૮૯)ન્યાય શસ્ત્ર હકીકતમાં એક એવી વિદ્યા શાળા છે જે બુદ્ધિને શુદ્ધ કરે છે અને તિક્ષણ બનાવે છે અને વિસ્તૃત કરે છે પરંતુ જેટલું આવશ્યક અને ઉપયોગી છે તેટલું જ મુશ્કેલ પણ છે ખાસ કરીને સામાન્ય માણસને ન્યાય અગમ્ય વસ્તુઓને એકત્રિત કરીને બનાવવામાં આવ્યું હોય તેવું લાગે છે તે માત્ર વકીલની જ દેન છે.

(૯૦) જ્યારે પણ સાર્વત્રિક જ્ઞાનનું અને સામાન્ય જ્ઞાનનું કારણ અને અસર વચ્ચે તફાવતની શંકા દ્વારા અવરોધાય છે ત્યારે આ શંકા દૂર કરવા અને સાર્વત્રિક જ્ઞાનના જ્ઞાન માટેનો માર્ગ મોકળો કરવા માટે તર્કનો ઉપયોગ કરવામાં આવે છે આ તર્કનો ઉપયોગ કરવો એટલે વકીલાત.

(૯૧) કાયદા વિજ્ઞાનમાં શક્તિ અને સંકેત સિવાય કોઈ અર્થ પૂર્ણ સંબંધ માન્ય નથી જે અર્થ માટે આવો ત્રીજા સંબંધની જરૂર છે તે પુરાવો શક્તિ સંકેત અને શંકા પુરાવા અંગેની સરખામણીમાં જ અધિકૃત માનવામાં આવે છે.

(૯૨) વકીલ નો અર્થ કોઈ ચર્ચા, વાત, સમસ્યા, વિવાદના પોઈન્ટ પકડી રાખી ગમે તે તરફથી પ્રસ્તુત કરે અને પોતાની તેજ બુદ્ધિની વાત મજબૂતાઈથી રાખી સમસ્યાનો નિકાલ કરાવવો ન્યાયશાસ્ત્ર ના રચયિતા ગૌતમ ઋષિ છે તેના દ્વારા બનાવવામાં આવ્યું છે જે તત્વજ્ઞાનનું મૂળ છે અને તેમાંથી જ તેજ બુદ્ધિ પ્રગટ કરી શકાય છે આ શાસ્ત્રમાં પુરાવા, સિદ્ધાંત, શંકા, દ્રષ્ટાંત અને શિખામણ વગેરે સચોટ જ્ઞાન દ્વારા કરવામાં આવ્યું છે જે વકીલો અનુસરે છે.

(૯૩) પુરાવા દ્વારા તપાસાયેલ અર્થને ન્યાય કહેવામાં આવે છે ન્યાય અનુસંધાન દ્વારા અન્ય લોકોને વિષય સમજવા માટે પણ થાય છે જેને વિચારોનું મૂળ ગણવામાં આવે છે. આવી વિચારશીલ શક્તિ વિચારશીલ વ્યક્તિ એટલે વકીલ.

(૯૪) શીખવાની ઈચ્છા રાખવી સાંભળવું, યાદ રાખવું, નિવારણ કરવું અને વાસ્તવિકતા જાણવું કે નિષ્કર્ષ રાખવું એ સમજનાં ગુણો છે જે દરેકમાં હોય છે પરંતુ વકીલમાં વિશેષતા અને વિશિષ્ટતાથી હોવા જોઇએ.

(૯૫) સમકાલીન કાયદાનાં ફિલસુફ રોનાલ્ડ ન્યાયશાસ્ત્રના રચના મોક્ષ સિદ્ધાંતોની હિમાયત કરી હતી. કુદરતી કાયદાના સિદ્ધાંતો અને સામાન્ય ન્યાય શાસ્ત્રનાં હકારાત્મક સિદ્ધાંતોની વચ્ચે મધ્યમ માર્ગ તરીકે કહી શકાય તે ન્યાય શાસ્ત્ર લોકશાહીનાં મૂલ્યોની જાળવણી ન્યાયતંત્ર કરે છે. ભારત સરકાર અને રાજ્ય સરકારોનાં અંદરો અંદરના વિવાદો તથા સામાન્ય નાગરિકોનાં સામાન્ય મુદ્દાઓ સુવોમોટો લઈ વિવાદોનો નિકાલ કરવાની સત્તા સુપ્રીમની છે એટલે તો વકીલ સુપર સ્પેશિયાલિસ્ટ છે.

(૯૬) કાયદો એ નિયમોનો સમૂહ છે જે સામાજિક અથવા સરકારી સંસ્થાઓ દ્વારા વર્તનને નિયંત્રિત કરે છે. કાયદાશાસ્ત્રમાં સ્નાતક અભ્યાસ દ્વારા નિપુણતા પ્રાપ્ત કરે છે. જે ન્યાયિક પ્રણાલી માટે જવાબદાર છે. માનવ સ્વભાવમાં સહજ અને માનવ સમાજ માટે આવશ્યક અથવા બંધનકર્તા આધાર નિયમોનાં નિયમ અથવા સમૂહ અથવા પ્રકૃતિમાં પુનરાવર્તન અથવા ઘટનાઓનું વર્ણન કરતું સમન્વયકરણ અથવા કાયદાઓને કાયદા અને સિદ્ધાંતો સાથે સંબંધિત ફીલસુફીની શાખા જે અદાલતોને નિર્ણય લેવા માટે દોરી જાય છે. ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિનું સંચાલન કરવું એટલે કાયદો કાનૂન.

(૯૭) માસ્ટરી દરેક ક્ષેત્રનાં લોકોમાંથી મળશે કારણકે તમે વકીલ છો તમારા બધા જ સ્ત્રોતોને એકઠા કરો તમારી બધી જ શક્તિ કામે લગાડો અને તમારી બધી જ ક્ષમતાને કેન્દ્રિત કરો કોઈ એક કામમાં માસ્ટરી જરૂર પ્રાપ્ત થશે જે તમોને પ્રતિષ્ઠા અપાવશે. મારો અનુભવ

(૯૮) જીવનમાં તેજ ગતિએ આગળ વધવા સિવાય બીજી ઘણી અગત્યની બાબતો રહેલી છે. પરંતુ આ ભાગદોડ ભરી જિંદગીમાં આપણે વિચારતા નથી. તમારા વિચારો પર નિયંત્રણ રાખો યાદ રાખો કે તમે જેવું વિચારશો એવા તમે બનશો.

(૯૯) સામાન્ય વ્યક્તિનાં આનંદ, સંતોષ સફળતા અને ખુશાલી માટે એ અનિવાર્ય છે કે આપણે તેમના અગત્યનાં જીવન કામો સફળતાપૂર્વક પાર પાડતા રહીએ અને જવાબદારી નિભાવતાં રહીએ તે જ આપણી સફળતા છે. આપણને આજે જે તકો મળી રહે છે તેવી તકો અગાઉ ક્યારેય કોઈને મળી નથી

(૧૦૦)બધા લોકો સફળ થવા માટે જ જીવતા હોય છે સફળ થવા માટે સૌથી અગત્યની છે કે હેતું માટેની મક્કમતા. તમે શું હાસલ કરવા માંગો છો તે પ્રથમ વિચારવું જોઇએ. સફળતા માટેનો જોરદાર નિયમ છે વિચારોને કાગળ ઉપર ઉતારો, યોજના ધડવી એટલે ભવિષ્યને વર્તમાનમાં હાજર કરી દેવું. આ હોશીયાર વકીલનાં લક્ષણ છે.

(૧૦૧) વખતો વખત અનેક મહાપુરુષોએ માનવ ઉત્થાન અને સામાજીક પ્રગતી માટે એક જીવન દ્રષ્ટિ આપી તથા નવા નવા રસ્તાઓનું નિર્માણ કર્યું. આ રસ્તાઓ મનુષ્ય અને સમાજને કયા પડાવ તરફ લઈ ગયા, ઇન્સાફના નિર્માણને તેની સુરક્ષા ને સૌપ્રથમ પ્રાથમિકતા દેતા ચીર પ્રતિક્ષિત સ્વર્ગને ધરતી પર ઉતારવાની યોજનાનું નામ જ “શોધ” છે

(૧૦૨)ન્યાયશાસ્ત્ર મુજબ ધર્માત્માઓ, સત્યવાદીઓ, જિનેન્દ્રિયો ઋષિઓનો એક શબ્દ છે “સત્ય”. ઋષિઓ એ વેદોમાં સ્વર્ગનું વર્ણન કર્યું છે તો તે માત્ર કલ્પનાલોક ની વાત જ હોઈ શકે. પ્રાચીન ગ્રંથો તેમજ બીજા મત મતાંતરો વાળા ધર્મ પુસ્તકોમાં સ્વર્ગનું વાસ્તવિક સ્થાન ક્યાંય આપેલ નથી. “હા એક વાત ચોક્કસ છે જ્યારે આપણે પર્વતીય સ્થળ, નદીઓના સંગમ કે જંગલમાં ફરવા જઈએ છીએ તો ક્યારેક અચાનક મોઢામાંથી નીકળી જાય છે કે “વાહ, શું સ્વર્ગ છે?” કાશ્મીરની ખીણો જોઈને લોકો તેમને જન્નત કહે છે.

(૧૦૩)વૈજ્ઞાનિકોના પ્રયત્નો પછી પણ પૃથ્વી કે અન્ય ગ્રહો ઉપર ક્યાંય સ્વર્ગનું વાસ્તવિક સ્થાન જોવા મળેલ નથી. આપણા ઋષિઓએ તો સ્વર્ગ અને નરકને આ પરિકલ્પનાથી પૃથ્વી પર જ માનેલ છે. વિચારોનાં વનમાં શબ્દરૂપી છોડમાં સુંદરતા પામવા વાચકોને સત્યનો રસ્તો, મળે સાચો ઇન્સાન બને. સમાજમાં પૂર્ણ સુરક્ષા મળે તથા સાચા “સ્વર્ગને” જીવનકાળ દરમિયાન જ પ્રાપ્ત કરે અને અંતમાં જીવન અને આત્માને પ્રભુના ચરણોમાં અર્પિત કરીને પૂર્ણ શાંતિને વરે.

(૧૦૪) આવશ્યકતાઓ ક્યારેય અધુરી રહેતી નથી, અને ઈચ્છાઓ ક્યારેય પૂર્ણ થતી નથી, અન્ન, હવા, પાણી, ધુપ, છાંવ, તેજ પ્રકાશ આ પ્રકૃતીનાં તત્વો છે. જે આવશ્યક છે. તે ક્યારેય અધુરા રહેતા નથી,

જયારે આવા પ્રકૃતીનાં તત્વોને આવશ્યકતાથી વધારે મેળવવાની જયારે સંશોધન અને સિસ્ટમથી કોશીશ કરીએ છીએ ત્યારે ઇચ્છાઓ પ્રગટ થાય છે અને આવી ઇચ્છાઓ વિવાદોની જન્મદાત્રી બને છે ત્યારે લીટીગેશનો ઉદભવે છે.

(૧૦૫) શબ્દ બ્રહ્મ છે તેમાં કોઈનો અધિકાર ન હોઈ શકે એક વખત બોલાયેલ શબ્દ ઉપર આપણો કોઈનો અધિકાર નથી ઉપરોક્ત તમામ સૂત્રો વકીલોને સમર્પિત કરું છું ગાંધીજીએ કહ્યું છે હતું કે મારું જીવન એ જ મારો સંદેશ છે જ્યારે હું કહું છું મારું વ્યક્તિત્વ એ જ મારું જીવન વ્યક્તિત્વ એ મારો સ્વભાવ છે મને કોઈ મહત્વકાંક્ષા નથી હું બહુ થોડું જાણું છું જ્યાં હું અજ્ઞાન છું ત્યાં સ્વીકારું છું મારા અને બીજાઓના સુખ દુઃખ માંથી બોધ પાઠ લઉં છું અને આપની સમક્ષ મુક્ત ભાવે વ્યક્ત કરું છું.

______________________________

—-રીગાર્ડઝ

ભરત જી.ભોગાયતા

B.sc.,L.L.B.,d.n.y.(GAU) journalism(hindi)

પત્રકાર (ગવર્મેન્ટ એક્રેડેટ)

જામનગર

8758659878

Back to top button
error: Content is protected !!