આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરની ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ સફળતા

17 નવેમ્બર જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા
આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરની ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ ઉત્કૃષ્ટ સફળતા.
ખેલ મહાકુંભ અંતર્ગત તાલુકા કક્ષાએ યોજાયેલ વિવિધ રમતોમાં આદર્શ શૈક્ષિણક સંકુલ, વિસનગરના ખેલાડીઓએ મોટી સંખ્યામાં ઉત્સાહભેર ભાગ લઈ અન્ડર-17 કબડ્ડી સ્પર્ધામાં ભાઈઓએ પ્રથમ નંબર, અન્ડર-17 ખો-ખોમાં ભાઈઓએ બીજો નંબર, અન્ડર-17 ખો-ખોમાં બહેનોએ ત્રીજો નંબર, અન્ડર-17 રસ્સા ખેંચમાં ભાઈઓએ પ્રથમ નંબર, અન્ડર-17 રસ્સા ખેંચમાં બહેનોએ ત્રીજો નંબર, ઓપન વિભાગ રસ્સા ખેંચમાં ભાઈઓએ બીજો નંબર, 40 વર્ષથી ઉપરના વિભાગમાં રસ્સા ખેંચમાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમ નંબર તથા એથ્લેટિક્સમાં અન્ડર-17 ભાઈઓની 800મી. દોડમાં પ્રથમ અને બીજો નંબર, અન્ડર-17 ભાઈઓની ઊંચીકૂદમાં બીજો નંબર, અન્ડર-14 ભાઈઓ ચક્રફેકમાં ત્રીજો નંબર તથા અન્ડર-17 બહેનોની 200મી. દોડ બીજો નંબર પ્રાપ્ત કરી તાલુકા કક્ષાએ આદર્શ શૈક્ષિણક સંકુલના ખેલાડીઓએ ₹70,500 નું ઈનામ પ્રાપ્ત કરી ગૌરવ વધારેલ છે. આમ ખેલ મહાકુંભ અંતર્ગત યોજાયેલ તાલુકા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં સફળતા પ્રાપ્ત કરી તાલુકા કક્ષાએ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગરનું ગૌરવ વધારવા બદલ વ્યાયામ શિક્ષકશ્રી રમેશભાઈ ચૌધરી તથા ભાવેશભાઈ ચૌધરી અને તમામ ખેલાડીઓને કેળવણી મંડળના પ્રમુખશ્રી તથા હોદ્દેદારશ્રીઓ અને શાળાના આચાર્યશ્રી તથા આદર્શ શૈક્ષણિક સંકુલના તમામ સ્ટાફ મિત્રોએ ખૂબ ખૂબ અભિનંદન આપી જિલ્લા કક્ષાએ પણ સિદ્ધિ પ્રાપ્ત કરવા શુભકામનાઓ પાઠવી હતી.





