
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : શામળાજી બસ ડેપોમાં સ્ટંટબાજોની હવાબાજી, મુસાફરોને જોખમમાં મૂકે તેવી કરતબો
અરવલ્લી જિલ્લામાં યાત્રાધામ શામળાજી બસ ડેપો ખાતે કેટલાક યુવકો દ્વારા કરવામાં આવતા સ્ટંટના બનાવો ફરી સામે આવ્યા છે. જાહેર સ્થળે મુસાફરોની વચ્ચે અચાનક દોડીને, ઊભી બસો વચ્ચે હવામાં ઉડતા સ્ટંટ કરીને આ યુવકો સોશિયલ મીડિયામાં વ્યૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે.
મુસાફરો સામે કરાતી આ હદથી વધુ જોખમી કરતબો કારણે લોકોને ડરનું માહોલ સર્જાઈ રહ્યું છે. ખાસ કરીને યાત્રાધામ પર આવેલ યુવતીઓ સામે છપરીગીરી અને ઉશ્કેરણીજનક હરકતો થતા સુરક્ષાનો પ્રશ્ન ફરી ઊભો થયો છે.સ્થાનિક લોકો જણાવે છે કે અગાઉ પણ આવા જ સ્ટંટબાજોને પોલીસે પકડીને ચેતવણી આપીને પાઠ ભણાવ્યો હતો, છતાં હવાબાજી કરવાની તેમની આદત ફરી ખુલ્લી આંખે જોવા મળી રહી છે.યાત્રાધામ જેવા સંવેદનશીલ સ્થળે આ પ્રકારની બેદરકારી મુસાફરોની સુરક્ષા સાથે ખેલખલાઇ સમાન છે. સ્થાનિક મુસાફરો અને વેપારીઓએ પોલીસ તથા આરટીઓ વિભાગને સ્ટંટબાજો સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.





