GUJARATPANCHMAHALSHEHERA

શહેરા તાલુકાના બામરોલી ગામે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભગવાન બિરસા મુંડાની 150મીં જન્મજંયતિના કાર્યક્રમમા આપી હાજરી

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગામ બામરોલી ખાતે ડેડિયાપાડાના ધારાસભ્ય અને આદિવાસી સમાજના યુવા નેતા ચૈતર વસાવાએ પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના બામરોલી ગામ ખાતે બિરસા મુંડા ઉત્સવ સમિતિ પંચમહાલ દ્વારા આયોજિત ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતિની ઉજવણીના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આદિવાસી સમાજના અગ્રણીઓ અને યુવાનોએ ઢોલ-નગારા અને સૂત્રોચ્ચાર સાથે તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય વસાવાએ આદિવાસી સમાજ પર થતા અન્યાયો અંગે વાત કરી હતી અને સમાજને સંગઠિત થઈને એક બનવા તેમજ વ્યસનમુક્ત બનવાની દિશામાં પહેલ કરવાની હાકલ કરી હતી. તેમણે ભગવાન બિરસા મુંડાના આઝાદીની લડત અને સમાજ માટેના યોગદાનને યાદ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે આદિવાસીઓ માટે સૈવિધાનિક પ્રાવધાન છે. 244ની પેટા કલમ 13 ક હેઠળ અનુસુચિ 5 લાગુ છે. 1996ના પૈસા એકટ લાગુ છે,સરકારે તેની ચુસ્ત અમલવારી કરવી જોઈએ. આ ઉપરાંત, તેમણે નર્મદા, કરજણ કે ઉકાઈ ડેમના વિસ્થાપિતોને યોગ્ય વળતર અને વ્યવસ્થા આપવા, ખોટા જાતિના પ્રમાણપત્રો મેળવીને નોકરીમાં ઘુસી ગયેલા બિન-આદિવાસીઓની તાત્કાલિક તપાસ કરવા અને બોગસ પ્રમાણપત્રો રદ કરવાની માંગણી કરી હતી. તેમણે આદિવાસી પહેરવેશ અને રીત-રિવાજો પર થતા સાંસ્કૃતિક અતિક્રમણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને સમાજને ઔદ્યોગિકરણ, વૈશ્વિકરણ અને ધર્માતરણ જેવી પ્રવૃત્તિઓથી બચીને જાગૃત થવા જણાવ્યું હતું. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે તેમણે જણાવ્યું હતું કે ચૂંટણી જાહેર થયા બાદ રાજકીય બેઠકોમાં બધા સાથે મળીને નિર્ણય લેવામાં આવશે. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!