JODIYA :જોડીયા તાલુકા ની જીરાગઢ પ્રાથમિક શાળા ના આચાર્ય નો ગામજનો દ્વારા માનભેર વિદાય કાર્યક્રમ યોજાયો.

JODIYA :જોડીયા તાલુકા ની જીરાગઢ પ્રાથમિક શાળા ના આચાર્ય નો ગામજનો દ્વારા માનભેર વિદાય કાર્યક્રમ યોજાયો..
રીપોર્ટ:લલીતભાઈ નિમાવત બાલંભા
જોડીયા તાલુકા ની જીરાગઢ પ્રાથમિક શાળા માં ફરજ બજાવતા અને આચાર્ય તરીકે કામગીરી કરતા શ્રી રાજેશભાઈ ડાંગર ની મોરબી જિલા માં બદલી તથા આજ રોજ શાળા માં વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમ ને શાળા માં 21 વર્ષ સુધી ખૂબ લાંબા સમય સુધી ફરજ બજાવી.જેમને ગ્રામ જનો સાથે ના અતૂટ ગાઢ સંબધો બની ગયેલ હોય.અને જેમને શાળા પોતાની ફરજ દરમ્યાન શાળા અને બાળકો માટે ખૂબ મુશ્કેલીઓ નો સામનો કરી સફળતા ના શિખરે પહોચાડવા તનતોડ મહેનત કરી.જ્યારે આજ બદલી થી મોરબી જિલા ની નસિતપાર પ્રા શાળા માં બદલી થઈ છે.ત્યારે આજ એમનો ભવ્ય વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમ ને શાળા માં બાળકો માટે એક વોટર કૂકર ની ભેટ આપી અને દરેક બાળકો ને સ્ટેસનરી કીટ આપી ઋણ સ્વીકાર શાળાનો કરેલ..આ પ્રસંગે જોડીયા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગરચર સાહેબ.તાલુકા સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ પનારા.મંત્રી ગેલાભાઈ જારીયા બી આર સી. જામી સાહેબ.તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ ઘનશ્યામભાઈ રાઠોડ.તાલુકા પંચાયત ના વિસ્તાર અધિકારી વિનુભાઈ ચૌહાણ તથા અન્ય આચાર્યો.શીક્ષકો અને ગ્રામ જનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહી વિદાય આપી હતી.






