ઉનાઈ ખાતે હજારોની જનમેદની વચ્ચે ગૌરવ દિવસની ઉજવણી: ધારાસભ્ય અનંત પટેલે પડતર પ્રશ્નોના ઉકેલ લાવવા કર્યો હુંકાર

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
બિરસામુંડાના જન્મદિવસએ આદિવાસી ગૌરવ દિવસ છે, ઉત્સવ નહીં પડતર પ્રશ્નોના ઉકેલ જોઈએ.. ધારાસભ્ય અનંત પટેલ
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ગામ ખાતે વિભાગ આદિવાસી સમાજ દ્વારા આદિવાસી સમાજના મશીહા ગણાતા અનંત પટેલની આગેવાનીમાંગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં હજારોની તાદાતમાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા. અસંખ્ય લોકોનો પ્રતિસાદ મળતા આ ઉજવણી ઐતિહાસિક બની હતી.
ધરતી આબા, જનનાયક ક્રાંતિવીર બિરસા મુંડાજીની ૧૫૦ની જન્મજયંતિ નિમિત્તે ઉનાઈ ક્રિકેટ ગ્રાઉન્ડમાં હજારોની જનમેદની સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ઉનાઈ વિભાગ આદિવાસી સમાજના અધ્યક્ષ ઈશ્વર પટેલ ધોડિયા સમાજ ઉનાઈ વિભાગના અધ્યક્ષ વકીલ રમણભાઈ અને કુંકણા સમાજ વાંસદાના પ્રમુખ આર. ડી. તેમજ ગામીત સમાજના પ્રમુકજ અંબુભાઈ ગામીતના આગેવાન પણ હેઠળ વાંસદા- ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ, રૂઢીપ્રથાના અધ્યક્ષ રમેશ પટેલના નેજા હેઠળ રાખવામાં આવ્યો હતો. જેમાં આદિવાસી સમાજની સંસ્કૃતિની ઓળખ કરાવતા દેવદેવીઓના દર્શન જૂની પરંપરાગત રીતરીવાજોના પ્રદર્શન રાખવામાં આવ્યા હતા. જેમાં અનંત પટેલે જણાવ્યું હતું કે, આપણી સંસ્કૃતિ, આપણો સમાજ અને આપણો દેશ આપણા માટે સર્વોપરી છે. હાલની પરિસ્થિતિમાં સરકાર દ્વારા આદિવાસી સમાજનું શોષણ બંધ થવું જોઈએ, પ્રોજેક્ટોના નામે આપણી જમીન, જંગલ અને જળ લૂંટાઈ રહ્યું છે. હવે જાતિના પ્રમાણપત્રો પણ લૂંટાઈ રહ્યા છે. સાચા આદિવાસીઓને જાતિના પ્રમાણપત્રો મળતા નથી અને ખોટા આદિવાસીઓને પ્રમાણપત્રો સરળતાથી મળે છે. અત્યાર સુધી શાંત હતા પણ હવે જો અફીવાસી સંસ્કૃતિ, અસ્મિતા સાથે અન્યાય થશે તો તીરકામઠા કાઢીશું અને છેલ્લા શ્વાસ સુધી લડીશું. રૂઢી પ્રથાના આગેવાનો રમેશ પટેલે જણાવ્યું હતું કે, ચીખલી વિસ્તારમાં આવેલ કાવેરી સુગર ચાલુ થાય એ પહેલાં જ એનું બાળમરણ થયું છે. જમીનના હરાજી ગેરકાયદેસર રીતે કરવામાં આવી છે. બિરસા મુંડાજીના જન્મ દિવસો જનજાતિય ગૌરવ દિવસ નહીં પરંતુ આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવો જોઈએ. આ કાર્યક્રમમાં મંગળ ગાંવિત, શૈલેષ પટેલ, અમરસિંહ ચૌધરી, પ્રદીપ ગરાસિયા, લકી જાદવ, કુંજલ પટેલ, કલ્પેશ પટેલ, સરપંચ મનિષ પટેલ, નીત કુનબી, નિકુંજ ગાંવિત, ઈશ્વર પટેલ, વલ્લભભાઈ, શષીન પટેલ, સ્નેહલ ગાંવિત, મયુર પટેલ, કુણાલ પટેલ, તેજસ પટેલ, ગૌરાંગ પટેલ, ભીખુભાઇ, ધનજીભાઈ વગેરે મોટી સંખ્યામાં આગેવાનો સહિત આદિવાસી સમાજના લોકો જોડાયા હતા.




