MORBI:મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે: નંદીઓની આત્માની શાંતિ માટે શાંતિ-યજ્ઞ કરી જન્મદિવસની ઉજવણી કરી

MORBI:મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખે: નંદીઓની આત્માની શાંતિ માટે શાંતિ-યજ્ઞ કરી જન્મદિવસની ઉજવણી કરી
મોરબી: નગરપાલિકા સમયે નંદી-ઘર કેસમાં થયેલા ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા સામે અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં, આજે નંદીઓની આત્માની શાંતિ માટે શાંતિ-યજ્ઞનું આયોજન કર્યું
મોરબી શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાના જન્મદિવસની અનોખી ઉજવણી કરી, નંદી-ઘર ખાતે મૃત્યુ પામેલ નંદીઓની આત્માની શાંતિ માટે વિશેષ શાંતિ-યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞનું આયોજન નંદી-ઘર પ્રકરણમાં થયેલા ભ્રષ્ટાચાર, અવ્યવસ્થા અને વહીવટી બેદરકારી સામેના પ્રતીક રૂપે શહેર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે. કોંગ્રેસ પક્ષ દ્વારા નંદી-ઘર મામલે અનેક વખત રજૂઆતો, વિરોધ કાર્યક્રમો અને આંદોલનો કરવામાં આવ્યા હોવા છતાં, સંબંધિત તંત્ર દ્વારા કોઈ અસરકારક તપાસ હાથ ધરવામાં આવી નથી. શહેર કોંગ્રેસ પ્રમુખના જણાવ્યા મુજબ, નગરપાલિકા કાર્યકાળ દરમિયાન થયેલા ભ્રષ્ટાચાર કારણે નંદી-ઘરમાં અનેક નંદીઓના મોત થયા, જે ગંભીર બેદરકારીનું પ્રતિબિંબ છે. આ પરિસ્થિતિમાં જનજાગૃતિ માટે,નદીઓની આત્માને શાંતિ માટે વિશેષ શાંતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા..







