BHARUCHBHARUCH CITY / TALUKO

અમલેશ્વર સરપંચે પરિવાર સાથે અંગદાનની જાહેરાત કરી: 51મા જન્મદિવસે સમાજને જાગૃત કરવાનો સંકલ્પ

સમીર પટેલ, ભરૂચ

 

ભરૂચ તાલુકાના અમલેશ્વર ગામના સરપંચ કિરીટસિંહ રણાએ પોતાના 51મા જન્મદિવસે માનવતાને સ્પર્શે તેવો સામાજિક અને લોકજાગૃતિનો સંદેશ આપ્યો છે.દેશમાં દર વર્ષે સમયસર અંગ ન મળવાને કારણે અંદાજિત 400 જેટલા દર્દીઓ જીવ ગુમાવતા હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે સરપંચે સમાજને જાગૃત કરવા અભિયાનનો સંકલ્પ કર્યો છે.

કિરીટસિંહ રણાએ જન્મદિવસના અવસર પર પોતાનો અને પોતાના પરિવારના સભ્યો ધર્મપત્ની હેમાંગીબા રણા, હેમરાજસિંહ રણા અને મહાવીરસિંહ રણાના અંગદાનની સત્તાવાર જાહેરાત કરી છે.તેમનો આ નિર્ણય માત્ર વ્યક્તિગત નથી પરંતુ સમગ્ર સમાજને અંગદાન તરફ પ્રેરવા અને જીવન બચાવતી મહામુહિમને ગતિ આપવા માટેનું એક શક્તિશાળી સંદેશ છે.

સરપંચ રણાએ જણાવ્યું કે અનેક દર્દીઓને માત્ર એક અંગ સમયસર ન મળવાને કારણે જીવન ગુમાવવું પડે છે, ત્યારે સમાજમાં જાગૃતિ અને સમજણ વધારવાની અત્યંત જરૂર છે. તેમણે આવનારા સમયમાં ગામ અને આસપાસના વિસ્તારોમાં અંગદાન અંગે વધુ જનજાગૃતિ અભિયાન ચલાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.

અંગદાન જેવી પવિત્ર સેવા માટેનું આ મોટિવેશનલ પગલું સ્થળીય સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે અને સમાજમાં નવજીવન જગાડતું ઉદાહરણ રૂપ બની રહ્યું છે.

Back to top button
error: Content is protected !!