
વિજાપુરમાં 5 માસ પૂર્વે સીઝ કરાયેલા ચોખા-ઘઉંના જથ્થામાં ભેળસેળની પોલખોલ
હિંમતનગરના વેપારી સામે પોલીસ ફરીયાદ નોંધાઈ
વત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મામલતદારે પાંચ મહિના અગાઉ ગ્રાન્ડ બંસરી હોટલ પાછળ આવેલા ખાનગી ગોડાઉનમાં આકસ્મિક ચેકિંગ દરમિયાન સીઝ કરાયેલા ચોખા અને ઘઉંના જથ્થાની લેબોરેટરી રિપોર્ટ માટે મોકલી આપવામાં આવ્યા બાદ વેપારી સામે ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે પોલીસ ફરીયાદ નોંધાવી છે.માહિતી પ્રમાણે, તત્કાલીન મામલતદારની ટીમે ખાનગી ગોડાઉનમાં 10,600 કિલો ઘઉં, 25,415 કિલો સાદા ચોખા અને 4,140 કિલો તેલી ચોખો મળી કુલ રૂ. 24,88,845નો જથ્થો સીઝ કર્યો હતો. ગોડાઉન હિંમતનગરના સોહિલ નિજામુદ્દીન રાણાવાડીયા દ્વારા ભાડે રાખવામાં આવ્યું હતું, જે અનાજ લઈ-વેચીનો વ્યવસાય કરતો હોવાનું સામે આવ્યું હતું.મામલતદારની તપાસ દરમિયાન વેપાર માટે જરૂરી દસ્તાવેજો, ગોડાઉન ઉપયોગના પુરાવા, સ્ટોક રજીસ્ટર તથા જાહેર સ્ટોકની વિગતો રજૂ ન થતાં શંકા ઉભી થઈ હતી. સાથે જ જથ્થો પરિવહન માટે ઉપયોગમાં લેવાયેલ ટ્રક પણ સીઝ કરવા માં આવ્યો હતો.સીઝ કરાયેલા અનાજના નમૂનાઓ પુરવઠા નિગમ, ગાંધીનગર મોકલવામાં આવ્યા હતા.






