GUJARATNAVSARIVANSADA

શ્રેયસ હાઈસ્કૂલ સાદકપોરના આચાર્ય ભરતભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન સમારોહ યોજાયો

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

“શિક્ષણક્ષેત્રે ભરતભાઈ પટેલના બહુમૂલ્ય નિસ્વાર્થ સેવાકાળે આવી છાપ મૂકી છે જે પેઢીઓ સુધી પ્રેરણા આપતી રહેશે.

શ્રી સાદકપોર વિભાગ કેળવણી ટ્રસ્ટ સંચાલિત શ્રેયસ હાઈસ્કૂલ,સાદકપોરમા તા. ૩૧-૧૦-૨૦૨૫ના રોજ શાળામાં વર્ષો સુધી પ્રસંશનીય શૈક્ષણિક સેવાઓ આપીને નિવૃત્ત થતા ભરતકુમાર ધનાભાઈ પટેલનો નિવૃત્તિ સન્માન સમારોહ હર્ષોઉલ્લાસ સાથે યોજાયો.

ભરતભાઈ પટેલે ૧૯૯૬થી શિક્ષણક્ષેત્રમાં પ્રામાણિકતા, નિષ્ઠા અને માનવીય મૂલ્યો સાથે સેવા આપી. આહવા, સારવણી, લીમઝર અને છેલ્લા કેટલાક વર્ષોથી પોતાના વતન સાદકપોરની શ્રેયસ હાઈસ્કૂલમાં આચાર્ય તરીકે ઉત્તમ વહીવટી અને શૈક્ષણિક નેતૃત્વ પૂરું પાડ્યું. શાળામાં બ્લોક પેવિંગ, કમ્પ્યુટર લેબ, CCTV, RO પ્લાન્ટ, વિદ્યાર્થી સહાય જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ કરાવી અને બોર્ડના પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરાવ્યો.

કાર્યક્રમ દરમિયાન ટ્રસ્ટી મંડળના પ્રમુખ બાલુભાઈ પટેલ, ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ, ગામના વડીલોમાં ઠાકોરભાઈ, ઝીણાભાઈ, ગુલાબભાઈ, ગામના યુવાનોમાં પરિમલભાઈ, મિતેશભાઈ, હિતેશભાઈ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા મિત્રમંડળમાંથી અન્ય શાળાના આચાર્ય કેતનભાઈ પટેલ, મુકેશભાઈ, જગદીશભાઈ, મયુરભાઈ, અમીશભાઈ, જીતેશભાઈ, ઉમેશભાઈ, અનિલસિંહ પરમાર, હર્ષદસિંહ પરમાર, ચેતનભાઈ, નીતિનભાઈ વગેરે વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

પરિવારજનોમાં ધર્મપત્ની શ્રીમતી પ્રીતિબેન, દીકરી આદિતિ, જમાઈ ટંકાર કુમાર, દીકરો શ્રેય, મોટાભાઈ રશ્મિકાંતભાઈ, સંગાસંબંધીઓ હિરેનભાઈ-કિંજલબેન, રમણભાઈ-હેમાંગીનીબેન વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમને યાદગાર બનાવ્યો. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા.

સમારોહમાં પ્રમુખ બાલુભાઈ પટેલ, ટ્રસ્ટી ભીખુભાઈ પટેલ, વિદ્યાર્થીઓમાં કોમલ અને ઉર્વશી, જ્યારે શિક્ષકોમાં બકુભાઈ, વિરેન્દ્રસિંહ, મુકેશભાઈ, તથા આચાર્યોમાં કેતનભાઈ અને હર્ષદસિંહ પરમારએ પોતાના હૃદયસ્પર્શી પ્રતિભાવો વ્યક્ત કર્યા.

ભરતકુમાર પટેલની દીકરી આદિતિએ પોતાના પિતાના વ્યક્તિત્વ અને સેવાકાળને યાદ કરતાં લાગણીસભર ભાવુક પ્રતિભાવ આપ્યો અને નિવૃત્તિ પછીના જીવન માટે આરોગ્ય, શાંતિ અને સુખની શુભેચ્છાઓ પાઠવી.

કાર્યક્રમનું સંચાલન ડિમ્પલબેન ચૌધરી દ્વારા કરાયું અને આભારવિધિ વિનીતા ગોહિલએ સંભાળી. અંતે વિદ્યાર્થીઓ તથા મહેમાનો માટે ભોજનની સુવ્યવસ્થા કરવામાં આવી.

આજરોજના સન્માન સમારોહમાં સમગ્ર શાળા પરિવાર, ગામજનો અને આગેવાનોએ મળીને ભરતભાઈ પટેલની બહુમૂલ્ય સેવાઓ માટે આદર અને કૃતજ્ઞતા વ્યક્ત કરી.

Back to top button
error: Content is protected !!