ARAVALLIDHANSURAGUJARATMODASA

અરવલ્લી : ધનસુરા તાલુકાના રૂઘનાથપુરામાં શોકનું મોજું – રામદેવરા જતાં 6 શ્રદ્ધાળુઓનું માર્ગ અકસ્માતમાં કરૂણમૃત્યુ – એક જ પરિવારના 4 મૃતદેહ વતન પહોંચ્યા

અરવલ્લી

અહેવાલ : હિતેન્દ્ર પટેલ

અરવલ્લી : ધનસુરા તાલુકાના રૂઘનાથપુરામાં શોકનું મોજું – રામદેવરા જતાં 6 શ્રદ્ધાળુઓનું માર્ગ અકસ્માતમાં કરૂણમૃત્યુ – એક જ પરિવારના 4 મૃતદેહ વતન પહોંચ્યા

અરવલ્લી જિલ્લાના ધનસુરા તાલુકાના રૂઘનાથપુરા ગામના એક પરિવારને છ દીકરી બાદ પુત્રનો જન્મ થતા આનંદની લાગણી વચ્ચે પરિવારજનોએ રાજસ્થાનના રામદેવરા રણુંજા ખાતે રામદેવજીની માનતા પૂરી કરવા માટે રવાના થયા હતા. પરંતુ 16 નવેમ્બરે રાજસ્થાનમાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતે આ ખુશીને નહિવત કરી નાખી હતી. આ ઘટનામાં 3 વર્ષની બાળકી સહિત કુલ 6 શ્રદ્ધાળુઓનું મોત થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.મૃતદેહ વતનમાં પહોંચતા ગામમ હીબકે ચડ્યું હતું રૂઘનાથપુરા ગામના એક જ પરિવારના ચાર સભ્યોનું મોત થતાં ગામમાં હાહાકાર મચી ગયો હતો. મૃતદેહ ગામમાં પહોંચતા લોકોમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો

મૃતકોનાં નામ:

1. સોનલબેન કાળુસિંહ પરમાર (ઉ.વ. 39) – માતા

2. નવ્યાબેન કાળુસિંહ પરમાર (ઉ.વ. 3) – પુત્રી

3. જિનલબેન પ્રવીણસિંહ પરમાર (ઉ.વ. 12)

4. ક્રિષ્ના પરમાર (ઉ.વ. 9)

નાના દીકરા ની ચમત્કારિક રીતે બચવા :- માનતા રાખેલો નાનો દીકરો ચમત્કારિક રીતે બચી ગયો

આ કરૂણ અકસ્માતમાં માતા સોનલબેન અને તેમની નાની દીકરી નવ્યાનું મોત થયું છે. પરિવારના સભ્યો જણાવ્યા મુજબ, પુત્રજન્મની માનતા પૂરી કરવા જતાં હતા, અને આ નાનો દીકરો દુર્ઘટનામાં ચમત્કારિક રીતે હેમખેમ બચી ગયો છે.પરંતુ કાળુસિંહ પરમારની અન્ય બે દીકરીઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને વધુ સારવાર માટે અમદાવાદના હોસ્પિટલે ખસેડવામાં આવી છે. અકસ્માતમાં ઘાયલ અન્ય યાત્રાળુઓને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.આ સમગ્ર ઘટનાએ રૂઘનાથપુરા ગામ સાથે સમગ્ર અરવલ્લીમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.દુર્ઘટનાના કારણો જાણવા માટે સ્થાનિક પોલીસે તપાસ શરૂ કર

Back to top button
error: Content is protected !!