GUJARATNAVSARIVANSADA

વાંસદા તાલુકા યુવા ઉત્સવમાં શ્રી સદગુરુ હાઈસ્કૂલના વિધાર્થીઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું ગૌરવ વધાર્યું.

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ગુરુકુળ વિદ્યાલય રાણીફળિયા ગામ ખાતે યોજાયેલ તાલુકો કક્ષાના યુવા ઉત્સવમાં શ્રી સદગુરુ હાઇસ્કૂલ ભીનારના વિદ્યાર્થીઓએ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થઈ શાળાનું નામ રોશન કર્યું હતું. જેમાં  વકૃત્વ સ્પર્ધામાં પ્રથમ અને દ્વિતીય ક્રમ અનુક્રમે આયુષી કુમારી રોશનભાઈ ચૌધરી તથા પટેલ હેતાક્ષી અશોકભાઈ, ભજન સ્પર્ધામાં શ્રેયાંક કુમાર ગણેશભાઈ પટેલે પ્રથમક્રમે વિજેતા જાહેર થયા હતા, લોક વાર્તા સ્પર્ધામાં પટેલ જાનવી કુમારી રમેશભાઈ તથા સમૂહ ગીત સ્પર્ધામાં  પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું હતું. તાલુકા કક્ષાના યુવા ઉત્સવમાં વિજેતા થવા બદલ શાળામાં આચાર્યશ્રી દિનેશભાઈ જે પટેલ દ્વારા શાળાની સાંસ્કૃતિક તેમજ સાહિત્ય સમિતિના સંચાલકો  મહેશભાઈ પવાર તથા ઉષાબેન બી. પટેલ તેમજ વિજેતા થયેલા વિદ્યાર્થી મિત્રોને અભિનંદન આપી જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પણ તેઓ ઉત્કૃષ્ટ દેખાવ કરી શાળાનું ગૌરવ વધારે એવી શુભકામનાઓ વ્યક્ત કરી અભિનંદન  પાઠવ્યા હતા.

Back to top button
error: Content is protected !!