ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ – બે વિદ્યાર્થી ની ગુજરાત U-19 ક્રિકેટ ટીમમાં પસંદગી.

આણંદ – બે વિદ્યાર્થી ની ગુજરાત U-19 ક્રિકેટ ટીમમાં પસંદગી.

તાહિર મેમણ – આણંદ 17//11/2025 – સીવીએમ યુનિવર્સિટીની સેમકોમ કોલેજના બે વિદ્યાર્થી ગુજરાત U-19 ક્રિકેટ ટીમમાં તથા ગુજરાત U-23 રાજ્ય ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા

ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીની સેમકોમ કોલેજના બે વિદ્યાર્થી ગુજરાત રાજ્ય U-19 ક્રિકેટ ટીમમાં તથા ગુજરાત રાજ્ય U-23 ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા છે. તે બદલ સીવીએમ યુનિવર્સિટીના પ્રમુખ ભીખુભાઈ બી. પટેલ, ચારુતર વિદ્યામંડળ યુનિવર્સિટીના ગવર્નિંગ બોડીના સભ્યો, યુનિવર્સિટીના પ્રોવોસ્ટ શ્રી પ્રોફેસર (ડૉ.) ઇન્દ્રજીત પટેલ, રજિસ્ટ્રાર અને ડીન એકેડેમિક્સ શ્રી પ્રોફેસર (ડૉ.) સંદીપ વાલિયા સહિત કોલેજના પ્રિન્સિપાલે અભિનંદન પાઠવ્યા હતા.

સીવીએમ યુનિવર્સિટીની સેમકોમ કોલેજમાં પ્રથમ વર્ષ BBAમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી દૈવિક શાહને BCCI દ્વારા આયોજિત કૂચ બિહાર ટ્રોફી માટે ગુજરાતની U-19 ક્રિકેટ ટીમમાં પસંદગી કરી છે. આ ઉપરાંત સેમકોમના વિદ્યાર્થી રુદ્ર પટેલની BCCI દ્વારા આયોજિત એલિટ ટ્રોફી માટે ગુજરાત U-23 રાજ્ય ક્રિકેટ ટીમમાં પસંદગી થવા બદલ સીવીએમ યુનિવર્સિટી ગર્વ સાથે અભિનંદન પાઠવે છે. બંને વિદ્યાર્થીઓએ તેમના સમર્પણ, પ્રતિભા અને સખત મહેનત થકી સંસ્થાને ગૌરવ અપાવ્યું છે. તેમની આ સિદ્ધિ તેમની રમતગમતમાં શ્રેષ્ઠતાનો પુરાવો છે. તેથી જ સીવીએમ યુનિવર્સિટી હરહંમેશ વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રમત-ગમતમાં કુશળતા પ્રાપ્ત કરે તે માટે વિવિધ ક્રિકેટ ટુર્નામેન્ટ તથા વિવધ સ્પોર્ટની પ્રવૃત્તિનું આયોજન કરે છે.

સીવીએમ યુનિવર્સિટી, સેમકોમના પ્રિન્સિપાલ તથા સમગ્ર સીવીએમ યુનિવર્સિટી પરિવાર આ વિદ્યાર્થીઓને સફળતા અને ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે શુભકામનાઓ પાઠવે છે.

Back to top button
error: Content is protected !!