
અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
મોડાસા: સોમનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં નિઃશુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો – 156થી વધુ નાગરિકોએ ડાયાબિટીસની તપાસ કરાવી
મોડાસા શહેરમાં લાયન્સ ક્લબ ઓફ મોડાસા તથા રામાણી બ્લડ બેન્કના સંયુક્ત ઉપક્રમ હેઠળ રવિવારે માણેકબા સોસાયટી નજીક સ્થિત સોમનાથ મહાદેવ મંદિર પ્રાંગણમાં નિઃશુલ્ક ડાયાબિટીસ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. આ આરોગ્ય કેમ્પનો શહેરજનોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો.
કેમ્પ દરમિયાન કુલ 156થી વધુ નાગરિકોએ ડાયાબિટીસની તપાસ કરાવી હતી. આરોગ્ય જાગૃતિ માટે આયોજિત આ સેવા કાર્યક્રમમાં લાયન્સ ક્લબના પ્રમુખ નીરવભાઈ ચૌહાણ, લાયન્સ ડિસ્ટ્રિક્ટ ચેરમેન પ્રવીણભાઈ ચૌહાણ, લા. કમલેશભાઈ પટેલ, લા. રામાભાઈ પટેલ, લા. વિનોદભાઈ પટેલ, લા. ભરતભાઈ બુટાલા, લા. નવિનભાઈ રામાણી હાજર રહ્યા હતા.તેમજ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી રમણભાઈ પ્રજાપતિ, કર્દમભાઈ વોરા તથા ટ્રસ્ટના અન્ય તમામ સભ્યો ઉપસ્થિત રહી કેમ્પને સફળ બનાવવા મદદરૂપ બન્યા હતા.





