અરવલ્લી : LCBએ ત્રણ કારમાંથી રૂ.10.65 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો,માલપુરમાં LCBનું ઓપરેશન : બે કારમાંથી રૂ.8 લાખનો શરાબ કબ્જે – શામળાજી પાસે 2.61 લાખનો દારૂ ઝડપી પાડ્યો
માલપુર, સોમપુર ચોકડી, અણિયોર, પાસે વાંકાનેડા સીમ સુધી LCB એ ફિલ્મી ઢબે પીછો કરી દારૂની 2 ગાડી ઝડપી પાડી

અરવલ્લી
અહેવાલ : હિતેન્દ્ર પટેલ
અરવલ્લી : LCBએ ત્રણ કારમાંથી રૂ.10.65 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો,માલપુરમાં LCBનું ઓપરેશન : બે કારમાંથી રૂ.8 લાખનો શરાબ કબ્જે – શામળાજી પાસે 2.61 લાખનો દારૂ ઝડપી પાડ્યો
માલપુર, સોમપુર ચોકડી, અણિયોર, પાસે વાંકાનેડા સીમ સુધી LCB એ ફિલ્મી ઢબે પીછો કરી દારૂની 2 ગાડી ઝડપી પાડી
અરવલ્લી જિલ્લામાં દારૂના કાળા વ્યવસાય પર નાથ નાખવા પોલીસ તંત્ર દ્રઢ બન્યું છે. જિલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ LCBએ બે જુદી કાર્યવાહી હાથ ધરી કુલ રૂ.10.65 લાખનો વિદેશી દારૂ ઝડપી પાડતા, ખાસ કરીને માલપુર પંથકમાં દારૂની અજાણી લાઇન ચાલતી હોવાની ચર્ચાઓએ ફરી વેગ પકડ્યો છે.લાંબા સમયથી ઇસરી, મેઘરજ અને માલપુરના અંતરિયાળ વિસ્તારો દારૂના મફતમાં રાજ કરતા બુટલેગરો માટે સલામત ઝોન બની ગયા હોવાની શંકા વહીવટી તંત્ર સામે ઉઠવા લાગી છે. ટ્રેક–કન્ટેનર મારફતે મોટા પ્રમાણમાં દારૂ ઠાલવાતો હોવાના ઈશારા પણ સ્થાનિક સ્તરે ચર્ચાઈ રહ્યા છે. જો SP મનોહરસિંહ જાડેજા આ બાબતે અંદરખાને તપાસ ચલાવે તો દારૂની હેરાફેરીનું સંપૂર્ણ ભેદ ઉઘાડું પાડવાની શક્યતા છે
માલપુરમાં LCBનું ઓપરેશન : બે કારમાંથી રૂ.8 લાખનો શરાબ કબ્જે
એલસીબી પીઆઈ ગરાસિયા અને ટીમે માલપુર પોલીસ સ્ટેશન હદમાં વાંકાનેડા પાસે છાપો મારી બે કાર અટકાવી હતી. તપાસમાં ક્રેટા કારમાંથી રૂ.4.40 લાખ, જ્યારે સ્વિફ્ટ કારમાંથી રૂ.3.64 લાખનો વિદેશી દારૂ મળ્યો હતો.સ્વિફ્ટ કારચાલક કલ્પેશ કમજી ડામોર (રહે. કંટાળું)ને સ્થળ પરથી જ દબોચી લેવામાં આવ્યો હતો, જ્યારે કેતન અળખા ડામોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. બંને કાર, દારૂ અને મોબાઈલ સહિત રૂ.18.14 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.આ ઓપરેશન બાદ સ્થાનિક સ્તરે માલપુર પોલીસની કામગીરી પર સવાલો ઊભા થયા છે
શામળાજી પાસે બીજી કાર્યવાહી : એસએક્સ-4 કારમાંથી 2.61 લાખનો દારૂ ઝડપી પાડ્યો
એલસીબીએ શામળાજી પોલીસને ઉંઘતી રાખી સામેરા ગામની સીમમાં બાતમીના આધારે એસએક્સ-4 કારને રોકી તપાસ કરી હતી. કારમાંથી રૂ.2.61 લાખનો વિદેશી દારૂ મળ્યો હતો. કાર, દારૂ અને મોબાઈલ સહિત રૂ.7.71 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.આ મામલે બે બુટલેગરો—રાકેશ શંભુ હોથા (અણસોલ) અને કિરપાલસિંહ કેશરીસિંહ જાડેજા (દેહેગામડા) ને પકડી જેલહવાલે કરવામાં આવ્યા.







