AHAVANAVSARI

ડાંગ જિલ્લા એલસીબી પોલીસની ટીમે સાપુતારા પોલીસ મથકે દારૂના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો..

વાત્સલ્યમ સમાચાર

મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ સાપુતારા પોલીસ મથકે દારૂના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો છે. ડાંગ જિલ્લા એસ.પી. પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લા એલસીબી પીએસઆઈ કે.જે.નિરંજન ની ટીમ વઘઈ ગોળ સર્કલ પાસે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે સાપુતારા પોલીસ મથકે છેલ્લા ત્રણ વર્ષથી દારૂના ગુનામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી કેતનકુમાર પ્રવીણસિંહ મેઘાત (રહે. હરિધામ રો હાઉસ જોખા રોડ વાવ, તા.કામરેજ જી.સુરત) એ હાલમાં કામરેજ વાવ પાસે આવેલ ઉંભેલ ગામે ચંચળબા ફારકની પાછળ શેરડીના ખેતરમાં કામ કરે છે. જે બાતમીના આધારે ડાંગ જિલ્લા એલસીબી પોલીસ સ્ટાફના માણસોએ ત્રણ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે..

Back to top button
error: Content is protected !!