SAGBARA

સાગબારા તાલુકાના યુવા નેતા રાજુભાઈ વસાવા એ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિરસા મુંડા ની પ્રતિમા આપી સન્માન કર્યા હતાં.

 

સાગબારા તાલુકાના યુવા નેતા રાજુભાઈ વસાવા એ દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બિરસા મુંડા ની પ્રતિમા આપી સન્માન કર્યા હતાં.

વાતાસ્યમ સમાચાર

જેસિંગ વસાવા : ડેડીયાપાડા

 

નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના યુવા નેતા એવા કિસાન મોરચાના પ્રમુખ રાજુભાઈ વસાવા એ ભગવાન બિરસા મુંડા જી ની 150 મી જન્મજયંતિ ઉજવણી નો રાષ્ટ્રીય કાર્યક્રમ ડેડિયાપાડા ખાતે ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી તે પહેલાં આદરણીય પ્રધાન નરેન્દ્ર મોદી સાતપુડા ની ગિરિમાળાઓ માં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ આદિવાસી સમાજ ની કુળદેવી દેવમોગરા માતાજી જ્યાં ગુજરાત મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ અને રાજસ્થાન ના લાખો માઈભક્તો માં દેવમોગરાના દર્શન કરવા આવે છે.તેવા પવિત્ર યાત્રાધામ દેવમોગરા ખાતે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી ને રાજુભાઈ વસાવા એ ભગવાન બિરસા મુંડા જી ની પ્રતિમા ભેટ આપી ને સાહેબ નું સ્વાગત કર્યું અને કિધું કે પુણ્યભૂમિ દેવમોગરા ખાતે આપનું હાર્દિક સ્વાગત છે.અમારા માટે સૌભાગ્ય ની વાત છે આપ સાહેબ નું સ્વાગત કરવા નો અવસર મળ્યો ઈતિહાસ માં પ્રથમ વખત દેશના વડાપ્રધાન માં દેવમોગરાના દર્શન કરવા આવ્યા હોય એવું બન્યું છે.ત્યારે નરેન્દ્ર મોદીએ રાજુભાઈ ને કીધું કે મને ખુબ આનંદ થયો તમે મને ભેટ આપી હું મુખ્યમંત્રી હતો ત્યારે પણ આવેલો ભયલા તમે લોકો એ તો મને દિલ્હી મોકલી દિધો ત્યારે રાજુભાઈ એ જણાવ્યું કે તમે ભલે દિલ્હી રો પણ એના કરતાં વધારે તમે દેશના કરોડો લોકો ના દિલ માં રહો છો ‘જનજાતિ ગૌરવ દિવસની ‘ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી ત્યારે ભગવાન બિરસા મુંડા જી ની 150 મી જન્મજયંતિ એ રૂપિયા 9700 કરોડ ના વિકાસ ના કામો ની ભેટ આપવા આવેલાં ગુજરાત ના પનોતા પુત્ર વિશ્વ ના સૌથી લોકપ્રિય નેતા વૈશ્વિક ફલક પર માં ભારતી ને પરમ વૈભવ ના શિખરો સર કરાવનાર દેશના યશસ્વી પ્રધાનમંત્રી દેવમોગરા મંદિર લઈ માં દેવમોગરાના ના આશીર્વાદ અને આદિવાસી સમાજ દિકરા રાજુભાઈ વસાવા તરફ થી ભગવાન બિરસા મુંડા જી ની પ્રતિમા ભેટ રાજુભાઈ વસાવા એ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ નું અભિવાદન કરતા કહ્યું કે આદિવાસી સમાજની કુળદેવી યાહા મોગી પાંડોરી માતા, દેવમોગરા પવિત્ર ભૂમિ દેવમોગરા ખાતે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ માં દેવમોગરાના દર્શન કરી આશીર્વાદ લીધા જે દરેક આદિવાસી સમાજ ના ભાઈ-બહેન અને સમગ્ર સમાજ માટે ગૌરવનો અવસર છે.

રાજુભાઈ વસાવા સાથે ચોપડવાવ સરપંચ આર.કે.વસાવા ભાદોડ સરપંચ જેશવર ભાઈ વસાવા, મહેશભાઈ ભુરાભાઈ વસાવા, ખુમાનસિંગ ભાઈ,યુવા મોરચાના ઉપ પ્રમુખ વિકાસ ભાઈ વલવી , કિશોરભાઈ વસાવા, મગનભાઈ, દિલીપભાઈ ખુશાલભાઈ ગોકુળ ભાઈ ચૌહાણ તેમજ સામાજિક અને રાજકીય અગ્રણીઓ તેમજ દેવમોગરા માય ના ટ્રસ્ટીઓ ઉપસ્થિત હતા

 

Back to top button
error: Content is protected !!