GIR SOMNATHKODINAR

મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ કોડીનારમાં વડીલોની સુરક્ષા, સંભાળ અને અધિકારો અધિનિયમ 2007 વિશે સમજ અપાઈ

તાલુકા કાનૂની સેવા સમિતિ કોડીનાર દ્વારા મ્યુનિસિપલ ગર્લ્સ હાઇસ્કૂલ કોડીનાર ના પટાંગણમાં વડીલોની, સુરક્ષા અને અધિકારો અધિનિયમ 2007 વિશે બાળાઓને વિસ્તૃત માહિતી આપવામાં આવી.લીગલ સેક્રેટરી અંકિતાબેન ડોડીયા દ્વારા બાળાઓને વડીલોના અધિકારો અને પાલન પોષણ માટે મળતી રકમ અને લાભો વિશે સમજાવ્યું.તેમજ કાનૂની સલાહકાર પ્રકાશ જે મકવાણા એ વરિષ્ઠ નાગરિકો ને મળતા લાભો અને સહાય તેમજ વડીલોના કલ્યાણ માટેના કાયદાઓની ઝાંખી રજૂ કરી અને શાળાના આચાર્ય શ્રી નિમુબેન ચાવડા દ્વારા વિવિધ ઉદાહરણો દ્વારા વડીલોના સન્માન અને સંભાળની પ્રતિજ્ઞા લેવડાવી તેમજ સ્ટાફ અને બાળાઓ હાજર રહી હતી.

Back to top button
error: Content is protected !!