Rajkot: રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતિની ઉજવણી

તા.17/11/2025
વાત્સલયમ્ સમાચાર
‘એકતા સંદેશ’ સાથે રાજકોટ જિલ્લા કક્ષાની તિરંગા અને દેશભક્તિના રંગે રંગાતી પદયાત્રા યોજાઈ
સરદાર પટેલ, ગાંધીજી, ભગતસિંહ સહિતના સ્વતંત્ર વીરોની વેશભૂષામાં કલાકારો સહિત મહાનુભાવો અને નગરજનો રેલીમાં જોડાયા.. રાજમાર્ગો પર ઠેર ઠેર ‘એકતા પદયાત્રા’ નું ભવ્ય સ્વાગત
Rajkot: દેશની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની ભવ્ય ઉજવણી વડાપ્રધાનશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેર ૬૯ વિધાનસભા વિસ્તારની પદયાત્રાનું ભવ્ય આયોજન બહુમાળી ભવન ચોક સરદાર પટેલના સ્ટેચ્યુ ખાતેથી કરવામાં આવ્યું હતું.
ધારાસભ્યો શ્રી, સાંસદશ્રી સહિત મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં આયોજિત પદયાત્રાનો પ્રારંભ રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમ, સરદાર પટેલના સ્ટેચ્યુને ફુલહાર પહેરાવી ‘એકતા’ ના શપથ સાથે કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે મેયર શ્રી નયનાબેન પેઢડીયાએ અખંડ ભારતના શિલ્પીશ્રી સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાંજલિ આપી તેમના ઉદ્બોધનમાં રાષ્ટ્રપ્રેમ, દુરંદેશીતાના સરદારશ્રીના ગુણોને જીવનમાં ઉતારી પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વિકસિત ભારતને સાર્થક કરવા જણાવ્યું હતું. તેઓએ રાજકોટ સહીત દેશના શહેરો સ્વચ્છ સુંદર નિર્મળ અને વિકસિત બનાવી વિકસિત ભારત બનાવીએ, તેવી સૌ નગરજનોને અપીલ કરી હતી.
ધારાસભ્ય શ્રી ડો. દર્શિતાબેન શાહે અખંડ ભારતના નિર્માણમાં બહુમૂલ્ય યોગદાન આપનાર સરદાર પટેલને યાદ કરી સૌ ભારતીયોએ એકતા દ્વારા સર્વોપરિ રાષ્ટ્ર બનાવવાની લાગણી સૌએ વ્યક્ત કરી હતી.
શ્રી પ્રશાંત કોરાટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના લડવૈયાઓને યાદ કરી તેમની ભવ્ય ઉજવણીના આયોજનો દ્વારા રાષ્ટ્રચેતના પુનઃ જાગૃત કરી હોવાનું જણાવ્યું હતું.
ધારાસભ્યો સર્વશ્રી ઉદયભાઇ કાનગડ, રમેશભાઈ ટીલાળા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા સહિત સૌ મહાનુભાવોએ બહુમાળી ભવન ખાતે સરદારશ્રી વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુને પુષ્પાંજલિ અર્પણ કરી મંચ પરથી યુનિટી ફ્લેગ દેખાડી રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું.
એકતા રેલીમાં પૂર્વ ધારાસભ્યો સર્વશ્રી ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અગ્રણીઓ સર્વે શ્રી માધવભાઈ દવે, મુકેશભાઈ દોશી, કમલેશભાઈ મિરાણી, કશ્યપ શુક્લ, ચંદુભાઈ પટેલ, મનિષભાઈ રાડીયા, મ્યુનિસિપલ કમિશનર શ્રી તુષાર સુમેરા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનંદું સુરેશ ગોવિંદ, આસિસ્ટન્ટ કલેકટર શ્રી મહેક જૈન, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર, અધિક પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બગડીયા, ડીસીપી ક્રાઈમ શ્રી જગદીશ બાંગરવા, રાજકોટ શહેર, જિલ્લાના અધિકારીઓ પદાધિકારીઓ સહીત સામાજિક સંસ્થાઓ સર્વેશ્રી બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, યોગ બોર્ડ, બ્રહ્માકુમારીઝના સભ્યો, ડી. એલ. એસ. એસ. શાળાના ખેલાડીઓ, વિવિધ શાળા કોલેજના છાત્રો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર રૂટ પર રેલીનું વિવિધ સંસ્થાઓ દ્વારા ભવ્ય સ્વાગત તેમજ રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત કાર્યક્રમને સફળ બનાવવા રમતગમત અને યુવા સાંસ્કૃતિક વિભાગ, મહાનગરપાલિકા, પોલીસ, આરોગ્ય સહિતના વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો.










